મુંબઇ, તા. 12 એપ્રિલ, 2019, શુક્રવાર
રોકાણકારો માર્ચ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં પાછા ફર્યા હતા. ફેબુ્રઆરીની સરખામણીએ માર્ચમાં ઈક્વિટી અને ELSS સ્કીમ્સમાં રોકાણકારોએ બમણાથી વધુ પૈસા ઠાલવ્યા હતા. માર્ચમાં આ બંને સ્કીમ્સમાં રૂ. ૧૧,૭૫૬ કરોડનું રોકાણ આવ્યું હતું જ્યારે ફેબુ્રઆરીમાં તે માત્ર રૂ. ૫૧૨૨ કરોડનું હતું.
ઈક્વિટી, ELSS અને બેલેન્સ્ડ ફંડસ સહિતની રિટેલ એયુએમ ફેબુ્રઆરીમાં રૂ. ૧૦.૦૧ લાખ કરોડની હતી જે માર્ચમાં વધીને રૂ. ૧૦.૭૩ લાખ કરોડે પહોંચી હતી.
સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા થતું રોકાણ માર્ચમાં ૦.૫ ટકા ઘટીને રૂ. ૮,૦૫૫ કરોડ થયુ હતું જે ફેબુ્રઆરીમાં રૂ. ૮૦૯૪ કરોડ હતું. સંપૂર્ણ વર્ષની વાત કરીએ તો રોકાણકારોએ ૨૦૧૮-૧૯માં SIP મારફતે કુલ રૂા. ૯૨,૬૯૩ કરોડનું રોકાણ કર્યું હતું જે ૨૦૧૭-૧૮ રૂ. ૬૭,૧૯૦ કરોડની સરખામણીએ ૩૮ ટકા વૃદ્ધિ દર્શાવે છે.
બેલેન્સ્ડ ફંડ્સમાંથી રોકાણકારોએ રૂ. ૩,૧૮૧ કરોડ ખેંચી લીધા હતા. જ્યારે ફંડ્સમાં રિવર્સલ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ઈન્કમ ફંડ્સમાં માર્ચમાં રૂ. ૧૩,૮૫૬ કરોડનો નેટ ઈનફ્લો નોંધાયો હતો જે ફેબુ્રઆરીમાં રૂ. ૪૨૦૦ કરોડનો આઉટફ્લો હતો. આઈએલએફએસ કટોકટી બાદ રોકાણકારો ડેટ ફંડ્સમાં રોકાણ કરવાથી દૂર રહ્યા છે અને આ કેટેગરીમાં ગયા નાણાંકીય વર્ષમાં રૂા. ૧.૨૧ લાખ કરોડ પાછા ખેંચાઈ ગયા હતા. રેટ કટની અપેક્ષા સાથે રોકાણકારોએ અલ્ટ્રા-શોર્ટ અને ઓછી મુદતની કેટેગરીમાં ભંડોળ નાખ્યા હતા.
રોકાણકારો નિવૃત્તિની નજીક પહોંચે છે ત્યારે રેગ્યુલર આવકમાંથી સિસ્ટેમિક વિડ્રોઅલ પ્લાન (એસડબલ્યુપી) હોવો જરૂરી છે. એસડબલ્યુપીથી રોકાણ કરીને રેગ્યુલર ઈન્કમ આપનાર ફંડો ડેટ ફંડમાં રોકાણ કરતા હોવાથી તેમાં જોખમ વગરનું વળતર છૂટે છે. આઈપ્રૂ રેગ્યુલેર સેવિંગ ફંડને ધ્યાનમાં લેવામાં આવે તો જે રોકાણકારોએ તેમના રિટાયરમેન્ટનું કોરપસ ફંડમાં રોક્યું હતું તેઓ એસડબલ્યુપીથી રિટર્ન મેળવી શક્યા હતા.
જેમ દર મહિને એસઆઈપીથી રોકાણ કરી શકાય છે તેમ એસડબલ્યુપીથી દર મહિને નાણાં ઉપાડી શકાય છે. વળતરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉદાહરણ તરીકે આઈપ્રૂમાં ૩ વર્ષ માટે ૧૧.૫૩ અને પાંચ વર્ષ માટે સમાન વળતર જોવાયું છે તો નિફ્ટી ૫૦ હાઈબ્રિડ સાથે સરખામણી કરતાં તેમાં ત્રણ વર્ષમાં ૯.૧૩ ટકા અને પાંચ વર્ષ માટે ૯.૪૫ ટકાનું રિટર્ન છૂટયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VCiFUa
via Latest Gujarati News
0 Comments