(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 08 એપ્રિલ, 2019, શુક્રવાર
લોકસભા ચૂંટણી ૧૧,એપ્રિલથી શરૂ થઈ રહી હોઈ ચૂંટણીના ઘમાસાન અને હવે ચોથા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન ચાલુ સપ્તાહથી શરૂ થનારી હોઈ ફંડોએ ભારતીય શેર બજારોમાં સતત તેજીને વિરામ આપીને આજે અફડાતફડીના અંતે શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું.બેંકિંગ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. ફંડોની શેરોમાં વેચવાલી સાથે આજે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ ૪૫ પૈસા નબળો પડીને રૂ.૬૯.૬૭ આવી ગયો હતો. લોકસભા ચૂંટણી પૂર્વે આજે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાંકૃષિ ક્ષેત્ર, ગરીબોને રાહત, આવકવેરામાં રાહત, રાષ્ટ્રવાદ-સુરક્ષા પર આગામી પાંચ વર્ષમાં ફોક્સ કરવાનું વચન આપ્યાની બજારો પર ખાસ પોઝિટીવ અસર જોવાઈ નહોતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળવાની એક શકયતાએ શેરોમાં ફોરેન ફંડોની નવી મોટી ખરીદી અટકીને આજે સપ્તાહની શરૂઆત ફરી અફડાતફડીના અંતે નરમાઈ સાથે થઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ લિબિયામાં ઘર્ષણ-આંતરવિગ્રહની પરિસ્થિતિના પરિણામે વૈશ્વિક પુરવઠા પર અસર થવાના અંદાજે સતત પાંચ મહિનાની ઊંચી સપાટીએ જળવાઈ રહેતાં અને ડોલરની રૂપિયા સામે મજબૂતીએ શેરોમાં નરમાઈ આગળ વધતી જોવાઈ હતી. બેંકિંગ ક્ષેત્રે ઈન્ડિયા બુલ્સ દ્વારા લક્ષ્મી વિલાસ બેંક સાથે ડીલ થયાની ખાસ અસર જોવાઈ નહોતી. ડોલરની મજબૂતીએ આઈટી-સોફટવેર શેરોમાં ફંડોની તેજી સામે ફંડોની બેંકિંગ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીએ અફડાતફડીના અંતે સેન્સેક્સ ૧૬૧.૭૦ પોઈન્ટ ઘટીને ૩૮૭૦૦.૫૩ અને નિફટી સ્પોટ ૬૧.૪૫ પોઈન્ટ ઘટીને ૧૧૬૦૪.૫૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૩૯૦૦૦ ઉપર બંધ રહેવામાં નિષ્ફળ : અફડાતફડીમાં ઉપરમાં ૩૯૦૪૧ થઈ નીચામાં ૩૮૫૨૦ સુધી ઘટયો
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતીએ આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ અને એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી સહિતમાં આકર્ષણે એક તબક્કે ૧૭૯.૦૨ પોઈન્ટ વધીને ૩૯૦૪૧.૨૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, બજાજ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં વેચવાલીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વેદાન્તા, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, એશીયન પેઈન્ટસ, આઈટીસી, ભારતી એરટેલ, સન ફાર્મા સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૩૪૧.૨૭ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૮૫૨૦.૯૬ સુધી ખાબકી ગયો હતો. જે છેલ્લી ઘડીમાં શોર્ટ કવરિંગ સાથે ફંડોની આઈટી શેરોમાં લેવાલીએ આ ઘટાડો અંતે ૧૬૧.૭૦ પોઈન્ટ મર્યાદિત બનીને ૩૮૭૦૦.૫૩ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ બે-તરફી વધઘટમાં ઉપરમાં ૧૧૭૧૦ અને નીચામાં ૧૧૫૪૯ સુધી આવી અંતે ૬૧ પોઈન્ટ ઘટીને ૧૧૬૦૪
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૬૬૫.૯૫ સામે ૧૧૭૦૪.૩૫ મથાળે ખુલીને આરંભિક તેજીમાં આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં ફંડોની લેવાલીના આકર્ષણે એક તબક્કે વધીને ૧૧૭૧૦.૩૦ સુધી પહોંચી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં વેચવાલીએ અને ઓઈલ-ગેસ શેરોમાં આઈઓસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, ગેઈલ ઈન્ડિયા સહિતમાં ઓફલોડિંગ થતાં અને વેદાન્તા, આઈશર મોટર્સ, વેદાન્તા, ઝી, ટાટા મોટર્સ, ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, બ્રિટાનીયા, સન ફારમા, ભારતી એરટેલ, અદાણી પોર્ટસ, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા સહિતમાં વેચવાલીએ સુધારો ધોવાઈ એક સમયે ૧૧૬.૮૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૧૫૪૯.૧૦ સુધી આવી અંતે ૬૧.૪૫ પોઈન્ટ ઘટીને ૧૧૬૦૪.૫૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૭૦૦નો કોલ વધીને ૭૫ થઈ ઘટીને ૨૭.૫૦ : નિફટી ૧૧,૬૦૦નો પુટ વધીને ૭૬.૦૫ થઈ અંતે ૪૬.૬૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ઉછાળે આંચકા સાથે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૩,૪૫,૭૪૧ કોન્ટ્રેકટસમાં રૂ.૩૦,૪૩૦.૦૨ કરોડના કામકાજે ૫૯.૧૦ સામે ૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૭.૭૫ સુધી ગબડી અંતે ૨૭.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૨,૯૫,૫૦૫ કોન્ટ્રેકટસમાં રૂ.૨૫,૮૧૬.૨૨ કરોડના કામકાજે ૩૨.૫૫ સામે ૧૨.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૭૬.૦૫ થઈ ઘટીને ૪૬.૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૨,૨૪,૬૧૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૯,૮૯૮.૮૦ કરોડના કામકાજે ૨૨.૯૫ સામે ૨૩.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૪.૯૫ થઈ ઘટીને ૫.૯૦ સુધી આવી અંતે ૮.૭૫ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧,૮૨,૧૨૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૭૩૫.૪૬ કરોડના કામકાજે ૧૩ સામે ૬.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૨.૬૫ સુધી પહોંચી અંતે ૧૬.૩૦ રહ્યો હતો.
એપ્રિલ નિફટી ફયુચર વધીને ૧૧,૭૮૦ થઈ અંતે ઘટીને ૧૧,૬૭૪ : બેંક નિફટી ફયુચર ૩૦,૪૩૪ થી ઘટીને ૩૦૦૨૧
નિફટી એપ્રિલ ફયુચર ૧,૨૨,૬૭૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૭૫૬.૨૩ કરોડના કામકાજે ૧૧,૭૬૦.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૭૮૦.૦૫ થઈ ઘટીને ૧૧,૬૨૨.૨૫ સુધી આવી અંતે ૧૧,૬૭૪ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૧૮,૮૨૦ કોન્ટ્રેકટસમાં રૂ.૭૧૫૮.૫૬ કરોડના કામકાજે ૩૦,૩૧૬.૫૦ સામે ૩૦,૪૦૫.૮૫ ખુલીને ઉપરમાં ૩૦,૪૩૪.૬૫ થઈ ઘટીને ૨૯,૮૭૫.૪૫ સુધી આવી અંતે ૩૦,૦૨૧.૯૦ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૪૩.૦૫ સામે ૩૨.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૩.૫૫ થઈ ઘટીને ૨.૭૫ સુધી આવી અંતે ૩.૭૦ રહ્યો હતો.
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ : યશ બેંક, ફેડરલ બેંક, સ્ટેટ બેંક, એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. એક્સીસ બેંક રૂ.૭.૧૦ ઘટીને રૂ.૨૬૦, ફેડરલ બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૯૭.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૨૦ ઘટીને રૂ.૩૧૨.૮૦, સિટી યુનિયન બેંક રૂ.૨.૫૫ વધીને રૂ.૧૯૯.૫૦, એક્સીસ બેંક રૂ.૭.૬૫ ઘટીને રૂ.૭૫૪.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૩૫ ઘટીને રૂ..૩૮૭.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૧૭૫૧.૭૫, એચડીએફસી બેંક રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૨૨૮૮.૯૦, બિરલા મની રૂ.૨.૮૦ ઘટીને રૂ.૪૯.૫૫, એમકે રૂ.૫.૩૦ ઘટીને રૂ.૯૯.૫૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૩૦.૬૦ ઘટીને રૂ.૮૮૯.૪૦, બજાજ ફાઈનાન્સ રૂ.૭૯.૭૫ ઘટીને રૂ.૩૦૨૮.૮૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૬.૪૦ ઘટીને રૂ.૯૦૭.૧૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૪૮.૭૦, મન્નપુરમ રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૧૮.૩૦, ડીસીબી બેંક રૂ.૩.૯૦ ઘટીને રૂ.૧૯૭.૯૫, પીએફસી રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૧૯.૨૦, આરબીએલ બેંક રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૬૫૭.૧૫, ડીએચએફએલ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૬૧.૦૫ રહ્યા હતા.
લક્ષ્મી વિલાસ બેંકનું ઈન્ડિયાબુલ્સ હાઉસીંગમાં મર્જર : લક્ષ્મી વિલાસના ૧૦૦ શેરો સામે ઈન્ડિયાબુલ્સના ૧૪ શેરો ફાળવાશે
ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સમાં લક્ષ્મી વિલાસ બેંકનું અમાલ્ગમેટ-મર્જર કરવાનું લક્ષ્મી વિલાસ બેંક દ્વારા જાહેર કરાતાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સનો શેર રૂ.૪૪.૨૫ તૂટીને રૂ.૮૫૮.૯૦ રહ્યો હતો. નિયામક મંજૂરીઓને આધીન આ નક્કી કરાયેલા મર્જર માટે લક્ષ્મી વિલાસ બેંકનો દરેક ૧૦૦ શેરો ધરાવનારને ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સના ૧૪ શેરોની ફાળવણી થવાનો રેશીયો(૧ : ૦.૧૪)નક્કી થયો છે. લક્ષ્મી વિલાસ બેંકના શેરનો ભાવ આજે પાંચ ટકા ઉપલી સર્કિટમાં રૂ.૯૭.૩૫ રહ્યો હતો.
રૂપિયા સામે ડોલર ૪૫ પૈસા વધીને રૂ.૬૯.૬૭ : ઈન્ફોસીસ, ટીસીએસના પરિણામો પર નજર : ટેક મહિન્દ્રા, વિપ્રો વધ્યા
રૂપિયા સામે આજે અમેરિકી ડોલર ૪૫ પૈસા ઉછળીને રૂ.૬૯.૬૭ થઈ જતાં અને કોર્પોરેટ પરિણામોની ચાલુ સપ્તાહમાં શરૂ થઈ રહેલી સિઝન પૂર્વે ફંડોની આઈટી-સોફટવેર શેરોમાં લેવાલી રહી હતી. ઈન્ફોસીસ અને ટીસીએસના સપ્તાહના અંતે ૧૨,એપ્રિલના જાહેર થનારા પરિણામ પૂર્વે ઈન્ફોસીસ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૭૬૭.૧૫, ટેક મહિન્દ્રા રૂ.૭.૯૦ વધીને રૂ.૭૮૭.૧૦, ટીસીએસ રૂ.૧૮.૩૦ વધીને રૂ.૨૦૬૯.૭૫, સિએન્ટ રૂ.૫ વધીને રૂ.૬૦૧.૬૦, વિપ્રો રૂ.૧.૫૦ વધીને રૂ.૨૬૩.૬૫, માઈન્ડટ્રી રૂ.૫.૩૫ વધીને રૂ.૯૫૭.૬૦ રહ્યા હતા.
ક્રુડ ૭૦ ડોલર નજીક પાંચ મહિનાની ઊંચાઈએ : એચપીસીએલ, આઈઓસી, ગેઈલ, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગત સપ્તાહમાં લીબિયામાં આંતરવિગ્રહની સ્થિતિના પરિણામે વૈશ્વિક પુરવઠો ઘટવાના અંદાજ વચ્ચે વધીને બ્રેન્ટ ક્રુડ ૭૦ ડોલરની સપાટી કુદાવી ગયા બાદ આજે ફરી ૭૦ ડોલરની અંદર આવી જવા છતાં પાંચ મહિનાની ઊંચાઈએ રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. એચપીસીએલ રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૨૫૩, આઈઓસી રૂ.૬.૧૦ ઘટીને રૂ.૧૫૨.૦૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૭.૨૦ ઘટીને રૂ.૩૪૧.૨૦, બીપીસીએલ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૩૫૧.૨૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૭૦ ઘટીને રૂ.૧૩૨૯.૪૦ રહ્યા હતા.
મેટલ શેરોમાં વધ્યામથાળેથી પીછેહઠ : વેદાન્તા, હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ, કોલ ઈન્ડિયા ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની વધ્યામથાળે વેચવાલી નીકળી હતી. વેદાન્તા રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૮૬.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૪.૯૦ ઘટીને રૂ.૨૮૩.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૮૩.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૨૯૦.૬૫, નાલ્કો રૂ.૫૫.૮૫, કોલ ઈન્ડિયા રૂ.૧.૧૫ ઘટીને રૂ.૨૩૩.૩૦ રહ્યા હતા.
સુગર શેરોમાં ધોવાણ : બલરામપુર ચીની, ધામપુર સુગર, અવધ સુગર, ઉત્તમ સુગર, દ્વારકેશ, દાલમિયા સુગર, જેકે એગ્રી ઘટયા
એફએમસીજી-સુગર શેરોમાં આજે ફંડોની વ્યાપક વેચવાલી નીકળી હતી. બલરામપુર ચીની રૂ.૧૨.૬૦ તૂટીને રૂ.૧૩૨.૭૫, ધામપુર સુગર રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૨૧૫.૫૫, અવધ સુગર રૂ.૨૭.૭૫ ઘટીને રૂ.૪૩૭.૨૦, ઉત્તમ સુગર રૂ.૭.૧૫ ઘટીને રૂ.૧૨૭.૯૦, દ્વારકેશ સુગર રૂ.૧.૫૦ ઘટીને રૂ.૨૯.૧૦, દાલમિયા સુગર રૂ.૫.૬૦ ઘટીને રૂ.૧૧૫.૨૦, જેકે એગ્રી રૂ.૨૯.૬૦ ઘટીને રૂ.૮૩૪, એટીએફએલ રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૫૭૬.૪૫, આઈએફબી એગ્રો રૂ.૧૩ ઘટીને રૂ.૪૭૯.૯૦, રેણુકા સુગર રૂ.૧૧.૮૩ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક વેચવાલી : ૧૫૪૨ શેરો નેગેટીવ બંધ : ૧૮૬ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી સાવચેતીમાં ફંડો, ખેલંદાઓએ વ્યાપક ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૨ અને વધનારની સંખ્યા ૧૦૩૮ રહી હતી. ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની ફયુચર્સમાં રૂ.૯૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી, કેશમાં રૂ.૩૩૦ કરોડની ખરીદી : DIIની રૂ.૬૨૪ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-સોમવારે કેશમાં રૂ.૩૨૯.૬૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૦૬૨.૧૭ કરોડની ખરીદી સામે રૂ.૪૭૩૨.૫૭ કરોડની વેચવાલી રહી હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૯૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૮૬૪.૯૮ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૯.૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૨૩.૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૪૫૨.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૦૭૬.૭૧ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FYCNJK
via Latest Gujarati News
0 Comments