ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાના બદલે 'માફીનામું' આપવું જોઇએ: કોંગ્રેસ


કાળા નાણા ન આવ્યા, ખાતામાં 15 લાખ ન નાખ્યા: ઉલટા નોટબંધી લાદી લોકો પાસેથી પૈસા લઈ લીધાનો આરોપ 

કોંગ્રેસે ભાજપની વચનોની પોલ ખોલતા 11 જૂંઠ્ઠાણા જાહેર કર્યા

નવી દિલ્હી, તા.8 એપ્રિલ, 2019, સોમવાર

ભાજપે જે મેનિફેસ્ટો જાહેર કર્યો તેને લઇને કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપના ૧૧ જુઠાણાઓને જાહેર કર્યા હતા. કોંગ્રેસે ભાજપને ૨૦૧૪નો જે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો તેને યાદ કરાવ્યો હતો અને આ જુના મેનિફેસ્ટોના અનેક વચનો હજુ પણ અધુરો હોવાનું જણાવ્યું હતું. 

સાથે સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપે પોતાના ૨૦૧૪ના એક પણ વચન તો પુરા કર્યા નથી તો પછી તે નવા વચનો લઇને કેવી રીતે આવી શકે? ભાજપે માત્ર પોતાના જુના મેનિફેસ્ટોને કોપી પેસ્ટ કર્યો અને સમય લંબાવ્યો. કોંગેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે પ્રેસ કોન્ફરન્સમાં સાથે ભાજપના અગાઉના મેનિફેસ્ટોમાં જે વચનો આપ્યા હતા તેમાંથી ૧૧ જુઠાણા ગણાવ્યા હતા.

ભાજપનંુ જુઠ નંબર ૧ : કોંગ્રેસે એક બાદ એક ૧૧ જુઠાણા ગણાવતા કહ્યું હતું કે ભાજપે ૨૦૧૪માં દર વર્ષે બે કરોડ રોજગારી આપવા વચન આપ્યું હતું, જેનો અર્થ થાય છે કે પાચ વર્ષમાં ૧૦ કરોડ રોજગારી, જોકે આ વચન જુઠ સાબીત થયું, રોજગારી આપવાને બદલે છીનવી લીધી. 

ભાજપનું જુઠ નંબર ૨ : ખેડૂતોને રોકાણ પર ૫૦ ટકા નફો આપવાનું વચન આપ્યું હતું, જોકે તે અધુરુ જ છે ત્યારે આજે ફરી ભાજપ નવુ વચન લઇને આવ્યું ને દાવો કર્યો કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું. 

ભાજપનું જુઠ નંબર ૩ : ભાજપે ૧૦૦ દિવસમાં ૮૦ લાખ કરોડ કાળુ નાણુ પરત લાવવાનું વચન આપ્યું હતું અને દરેકના ખાતામાં ૧૫ લાખ આપીશું તેમ કહ્યું હતું, જોકે કાળુ નાણુ ન આવ્યું ને ખાતામાં એક પણ રૃપિયો ન નાખ્યો. ઉલટા નોટબંધી લાદી લોકો પાસેથી પૈસા લઇ લીધા. 

ભાજપનું જુઠ નંબર ૪ : ભાજપે દેશને આર્થિક શક્તિ બનાવવાનું વચન આપેલું, જોકે આ સરકારે દેશને દેવામાં ડુબાડી દીધી, ૨૦૧૪માં દેશ પર ૫૪ લાખ કરોડનું દેવુ હતું જે પાંચ વર્ષમાં વધીને ૮૨ લાખ કરોડે પહોંચી ગયું. એટલે સરકારે ૨૭ લાખ કરોડ ઉધાર લીધા. 

ભાજપનું જુઠ નંબર ૫ : દલિતો, આદિવાસીઓ, વંચીતોને ન્યાય અપાવવા કહ્યું હતું, ઉલટા તેમના પર હુમલા વધ્યા. દર ૧૨ મિનિટે એક દલિત પર અત્યાચાર થાય છે.

ભાજપનું જુઠ નંબર ૬ : ભાજપે બેટી બચાવો બેટી પઢાઓ નારો આપ્યો પણ ભાજપના જ શાસનમાં બેટીઓ પર રેપ થયા, કઠુઆ, ઉન્નાવ, મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ શર્મસાર કરે તેવા છે.

જુઠ નંબર ૭ : પેટ્રોલ-ડિઝલ સસ્તા કરવા કહ્યંુ હતું, ઉલટા મોંઘા કરી નાખ્યા.

જુઠ મંબર ૮ : ૨૦૧૪માં ૧૦૦ સ્માર્ટ સિટીનું વચન આપ્યું હતું, પણ એક પણ શહેર સ્માર્ટ ન કરી શક્યા.  

જુઠ નંબર ૯ : સૈન્યની મજબુતીનું વચન આપ્યું હતંુ પણ થયું એવું કે સૈન્ય અને જવાનો બન્ને મોદી સરકારના અત્યાચારનો શિકાર બન્યા.

જુઠ નંબર ૧૦ : મોદી સરકારે મનમોહનસિંહની સરકાર વખતે રૃપિયા મુલ્યની ટીકા કરી મજબુત બનાવવા કહ્યું હતું જોકે હવે ડોલર સામે રૃપિયો સૌથી તળીએ ગયો છે.

જુઠ નંબર ૧૧ : ગંગા સફાઇ પર મોદી સરકાર નિષ્ફળ રહી, મોદીના મત વિસ્તાર વારાણસીમાં જ ગંગાની સફાઇ ન કરી શક્યા અન્ય વિસ્તારોની વાત તો દુર રહીં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UpDYvx
via Latest Gujarati News

Post a Comment

0 Comments