મુંબઈ, તા. 08 એપ્રિલ, 2019, શુક્રવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. વેપારો છૂટાછવાયા હતા. વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. જોકે સૌરાષ્ટ્રના પ્રોત્સાહક સમાચાર પાછળ કપાસીયા તેલના ભાવમાં નોંધપાત્ર વૃધ્ધિ આજે જોવા મળી હતી. દરમિયાન, વિશ્વબજારના સમાચાર આજે નરમાઈ બતાવતા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદાના ભાવ આજે સાંજે પ્રોજેકશનમાં ૧૬થી ૧૭ પોઈન્ટ માઈનસમાં ચાલી રહ્યા હતા.
જ્યારે મલેશિયામાં પામતેલનો વાયદોનજીકની ડિલીવરીમાં ૨૨ પોઈન્ટ પ્લસમાં જ્યારે દૂરની ડિલીવરીમાં ભાવ ૧૭, ૨૩ તથા ૨૧ પોઈન્ટ માઈનસમાં બંધ રહ્યાના વાવડ હતા. ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર ઘટયાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૬૧૩થી ૬૧૪ તથા જેએનપીટીના રૂ.૬૧૦ રહ્યા હતા. વેપારો નહિંવત હતા.
ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૩૯ વાળા જોકે રૂ.૫૪૪ બોલાતા હતા. વાયદા બજારમાં જોકે વધ્યા મથાળે માનસ વેંચવાનું હતું. સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૫૪.૮૦ થયા પછી સાંજે ભાવ રૂ.૫૪૫.૫૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૫૦.૫૦ રહ્યા પછી રૂ.૭૪૩.૫૦ રહી સાંજે ભાવ રૂ.૭૪૮.૫૦ રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૯૯૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૪૦થી ૯૭૦ તથા ૧૫ કિલોના રૂ.૧૫૨૦થી ૧૫૪૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૧૭થી ૭૨૦ વાળા રૂ.૭૨૦થી ૭૨૩ રહ્યાના સમાચાર હતા અને તેના પગલે મુંબઈ બજારમાં આજે કપાસીયા તેલના ભાવ રૂ.૭૫૨ વાળા ઉછળી રૂ.૭૬૦ બોલાતા થયા હતા. રૂનો પાક આ વર્ષે ઓછો અંદાજાતાં રૂના ભાવ ઉંચા ગયા છે અને તેની અસર કપાસીયા તેલના ભાવ પર દેખાઈ છે. કપાસીયા ખોળના ભાવ પણ આજે ટનના રૂ.૨૭૨૦૦ વાળા ઉછળી રૂ.૨૮૨૦૦ રહ્યા હતા.
દરમિયાન, મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે આઠ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે આઠ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૨૦થી ૮૫૦ તથા ઉંચામાં ભાવ રૂ.૯૩૦થી ૯૪૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૨ તથા રિફાઈન્ડના રૂ.૭૪૨ વાળા રૂ.૭૪૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૭૦૫ વાળા રૂ.૭૧૦ તથા રિફાઈન્ડના રૂ.૭૬૫ વાળા રૂ.૭૬૮ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૭૦ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ વાળા રૂ.૧૧૬૦ રહ્યા હતા. દક્ષિણના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા. દિવેલના ભાવ ઉછળી કોમર્શિયલનારૂ.૧૧૭૪, એફએસજીના રૂ.૧૧૮૪ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૬૪ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ વધી રૂ.૫૭૨૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં સનફલાવરના ભાવ કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૭૧૦ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે મધ્ય- પ્રદેશ બાજુ આજે સોયાબીનની આવકો આશરે ૮૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મથકોએ ભાવ રૂ.૩૭૦૦થી ૩૮૫૦ તથા પ્લાન્ટના રૂ.૩૮૫૦થી ૩૯૩૦ રહ્યા હતા. સોયાબીનની ઓલ ઈન્ડિયા આવકો આજે આશરે ૧ લાખ ૭૦ હજાર ગુણી આવી હતી. ઘરઆંગણે નવી મુંબઈ જેએનપીટી બંદરે આટમી એપ્રિલે આયાતી આરબીડી પામોલીનનો સ્ટોક આશરે ૩૩૬૨૯થી ૩૩૬૩૦ ટનનો નોંધાયો છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UnRnEH
via Latest Gujarati News
0 Comments