
૨૦૧૯ના વર્ષ દરમિયાન ભારતમાં જરુરીયાત કરતા ઓછો વરસાદ થાય તેવી શકયતા છે. જયારે ભારતમાં નૈરુત્યના ચોમાસાની ૪ જુને રાબેતા મુજબ શરુઆત થશે એમ એક ખાનગી વેધર હવામાન સંસ્થાએ જણાવ્યું હતું. એજન્સીના પૂર્વાનુમાન મુજબ દેશમાં ૯૩ ટકા જેટલો વરસાદ થશે જે કેટલાક ભાગમાં વધારે તો કેટલાક ભાગમાં ઓછો રહેશે. આ સાથે જ વરસાદના આ દીર્ધકાલિન પૂર્વાનુમાનમાં ૧૦૦ ટકા તે તેથી વધારે વરસાદ થશે એવી શકયતા નહીવત રહેલી છે. જો કે ઓછો વરસાદ થવાની શકયતા ૫૦ ટકા જેટલી છે પરંતુ રાહતના સમાચાર એ પણ છે કે સાવ દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થાય તેવી સંભવના ૨૦ ટકા જેટલી રહેલી છે.
ભારતમાં મોનસૂનના વાદળો પહેલા આંદામાન અને નિકોબાર દ્વીપ સમુહો પર પહોંચે છે. જે ૨૨ મી મે સુધીમાં આંદામાનમાં પહોંચીને ઝમા ઝમ વરસાદ લાવશે. આમ દેશમાં ચોમાસાની શરુઆત આંદામાન ટાપુઓથી થાય છે જે જુન મહિનાની શરુઆતમાં કેરલના કાંઠે પહોંચે છે. ત્યાંથી નૈઋુત્યનું ચોમાસુ સડસડાટ આગળ વધે છે. જેના વિવિધ ભૂ ભાગમાં ફેલાતા ૨૦ દિવસથી માંડીને ૧ મહિના સુધીનો સમય લાગે છે.રસ્તામાં ભૌગોલિક કારણોસર ચોમાસાની ગતિ મંદ અને તેજ થતી રહે છે. ઉનાળાની ગરમીમાં તપતા દેશવાસીઓ સ્થાનિક સ્તરે ચોમાસનું આગમન થાય તેની કાગડોળે રાહ જોતા હોય છે. વરસાદને સૌથી પ્રભાવિત કરનારુ મહત્વનું પરીબળ અલ નીનો છે.આ અલ નીનોની અસર આવનારા ચોમાસામાં ઓછી રહેશે તેવું માનવામાં આવી રહયું છે. ગત વર્ષે ૧૦૦ ટકા વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું તેનાથી ૯ ટકા ઓછો રહયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q6jhiO
via Latest Gujarati News
0 Comments