દિગ્વિજય માટે પ્રાર્થના કરતા કોમ્પ્યુટર બાબાએ કહ્યું ''નો મંદિર, નો મોદી''


(પીટીઆઈ) ભોપાલ, તા. 7 મે, 2019, મંગળવાર

ભોપાલ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર દિગ્વિજયસિંઘ માટે મત માગવા, જ્યારે ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાાસિંઘ ઠાકુર વિરૃધ્ધ પ્રચાર કરવા માટે સેંકડો સાધુઓ  મધ્યપ્રદેશનો પ્રવાસ કરી રહ્યાં છે.

નામદેવ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાના નેતૃત્વમાં આ સાધુ- મંડળી ત્રણ દિવસ ભોપાલમાં રોકાશે. એમણે આજે અહીં હઠયોગ અને રોડ શો કર્યા હતા. હઠયોગમાં આરામથી બેસવા અને શ્વાસ નિયમનનો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશની તાત્કાલિન ભાજપ સરકારે કોમ્પ્યુટર બાબાને રાજયપ્રધાનનો દરજજો આપ્યો હતો અને સ્વચ્છ નર્મદા માટેની સમિતિમાં એમની નિમણૂંક કરી હતી.

''ભાજપ સરકાર પાંચ વર્ષમાં મંદિર પણ બનાવી શકી નહિ. હવે રામમંદિર નહિ તો મોદી નહિં,'' એમ બાબાએ  જણાવ્યું.

કોંગ્રેસે જેમને તાજેતરમાં રિવર (નદી) ટ્રસ્ટના અધ્યક્ષ બનાવ્યા છે એવા આ જાતે બનેલા ગોડમેને ભોપાલ બેઠકના કોંગ્રેસી ઉમેદવાર દિગ્વિજય સિંઘને એમનો ટેકો આપ્યો છે.''ભાજપે લોકોને મૂર્ખ બનાવ્યા છે, એણે સંતસમુદાયને પણ બાકી મૂક્યો નથી. એમણે રામમંદિરની વાતો કરી. જેને પાંચ વર્ષમાં બાંધી શકયા નહિ, હવે એજ મુદ્દા સાથે પાછા આવ્યા છે.

હવે લોકો મૂર્ખ બનશે નહિ. મંદિર નહિ, તો મોદી નહિ, એમ કોમ્પ્યુટર બાબાએ અત્રે પત્રકારોને જણાવ્યું.એમણે કહ્યું કે ધર્મના રસ્તે ચાલનાર અને નર્મદા નદીની સેવા કરનાર દિગ્વિજય સિંઘ લાખો મતે જીતવા જોઇએ.

કોમ્પ્યુટર બાબાએ માલેગાંવ (મહારાષ્ટ્ર) વિસ્ફોટ કેસના આરોપી પ્રજ્ઞાાસિંઘ ઠાકુર વિષે પ્રશ્ન પૂછાતાં જવાબમાં જણાવ્યું કે ફક્ત ભગવા વસ્ત્રો પહેરવાથી સાધ્વી બની જવાબ નહિં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JnlXYc
via Latest Gujarati News

Post a Comment

0 Comments