નવી દિલ્હી, તા. 13 મે 2019, સોમવાર
કોર્પોરેટર બાબતના મંત્રાલય દ્વારા યોજના તૈયાર કરવામાં આવી રહીં છે જેમાં સમગ્ર દેશમાં લોન માફ કરી દેવામાં આવશે. આ યોજના અંતર્ગત નાની લોન લેનાર તમામ લોકોની લોન માફ કરવામાં આવશે. જોકે, આ યોજનાનો અમલ નવી સરકાર સત્તામાં આવ્યા બાદ કરવામાં આવી શકે છે. યોજના અંતર્ગત દુકાનદારોથી લઇ નાના ખેડુતો અને શિલ્પકારો તમામની લોન માફ કરી દેવામાં આવી શકે છે.
મિડિયા અહેવાલ અનુસાર, આવક અને સંપત્તીને ધ્યાનમાં રાખીને યોજનાના લાભાર્થી નક્કી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ વર્ષની 60,000 રૂપિયા આવક, 35,000 રૂપિયા અથવા તેનાથી ઓછું દેવુ અને 20,000 રૂપિયા અથવા તેનાથી ઓછી સંપત્તી વાળાને લાભ મળવા પાત્ર રહેશે.
કોર્પોરેટ બાબતના સચિવ આઈ. શ્રીનિવાસે સમાચાર પત્રને જણાવ્યું કે, સુઆયોજિત રીતે રીતે તૈયાર કરવામાં આવેલી દેવામાફી યોજનામાં નાના ખેડૂતો, શિલ્પકારો, નાના ધંધાર્થીઓ અને અન્ય લોકોના દેવાનો સમાવેશ કરવામા આવશે.
આ યોજના લાગુ કરવા માટે Insolvency and Bankruptcy Code ના ઘણા ફિચરમાં બદલાવ કરવામાં આવશે. યોજના થકી એક નાણાકીય વર્ષમાં 20 હજાર કરોડ કે તેનાથી વધારે ખર્ચ થઈ શકે છે. પરંતુ તેનાથી લાખો લોકોને ફાયદો થઇ શકે છે.
ઊલ્લેખનીય છે કે, અત્યારે નાના લોનધારકોને આવી કોઈ રાહત આપવામાં આવતી નથી અને આ યોજના લાગુ કરવા માટે Personal Insolvency Chapter માં થોડા સુધારા કરવા પડશે.
કોર્પારેટ મંત્રાલયએ આશા વ્યક્તિ કરી છે કે આવનાર ત્રણ મહિનામાં આ યોજનાને આખરી રૂપ આપવામાં આવશે. આ રીતે યોજના આવનારી સરકાર સામે લાગુ કરવા માટે તૈયાર રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે Insolvency and Bankruptcy Bord Of India માં એક Online પ્રક્રીયા અંતર્ગત કામ કરવામાં આવશે અને તેમાં મળેલી અરજીઓ પર વિચાર કરવા માટે એક અલગ ટીમ હશે. માત્ર આ પ્રકારના દેવામાફી માટે અલગ સેલ બનાવવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LGCjOj
via Latest Gujarati News
0 Comments