નવીન પટનાયક ઓડિશાના અને પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથગ્રહણ કરશે

નવી દિલ્હી, તા. 29 મે 2019, બુધવાર

ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સરકારગઠનની કામગીરી ચાલુ થઇ ગઇ છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના દિવસે શપથગ્રહણ કરવાના છે. તો નવીન પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે.

ઓડિશામાં આ વખતે લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી જેમાં નવીન પટનાયકના બીજેડીને બહુમતિ મળી હતી. તો અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ પણ શપથગ્રહણ કરશે.

પૂર્વોત્તરમાં સતત મહેનત કરી રહેલા ભાજપે અરુણાચલ પ્રદેશમાં વિજય મેળવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં 60 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 41 બેઠકો કબજે કરી છે. કોંગ્રેસને માત્ર 4 તો જેડીયૂને 7 બેઠકો મળી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wq3nqu
via Latest Gujarati News

Post a Comment

0 Comments