
નવી દિલ્હી, 12 માર્ચ 2020, ગુરુવાર
અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર યુરોપ પર આગામી 30 દિવસ માટે ટ્રાવેલ બૈન લગાવ્યો છે. એટલે કે યુરોપથી કોઈ પણ મુસાફર એક મહિના સુધી અમેરીકા જઈ શકશે નહી. જો કે આ પ્રતિબંધમાં UK પર લગાવવામાં આવ્યો નથી. અમેરીકામાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1200 કેસ સામે આવી ચુક્યા છે.
દેશના નામે આપેલા મેસેજમાં ટ્રમ્પે જણાવ્યું કે, યૂરોપીયન યૂનિયન(EU) કોરોનાવાઈરસથી પ્રભાવિત ચીન સહિત અન્ય દેશો પર કોઈ પણ પ્રતિબંધ લગાવવામાં નાકામ રહ્યું છે. અમે યૂરોપથી આવનારી તમામ ફ્લાઈટ્સ પર 30 દિવસનો બૈન લગાવીએ છીએ. UK પર આ પ્રતિબંધ લાગૂ થાય. ચીનથી બહાર સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ઈટલી છે જ્યાં આ વાઈરસથી અત્યાર સુધીમાં 800 લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ સિવાય હોલીવુડ સ્ટાર અને ઓસ્કર વિજેતા ટૉમ હૈંક્સ અને તેની પત્નિ રીટા વિલ્સન પણ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ટૉમ હૈંક્સ ઓસ્ટ્રેલિયામાં ફિલ્મના શૂટિંગ કરી રહ્યાં છે. તેમનો કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું, રીટા અને હું ઓસ્ટ્રેલિયામાં છીએ. અમને થાક અનુભવાયો. થોડો તાવ અને શરીરમાં દર્દ લાગ્યું. ચેકઅપ કરાવ્યું તો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. મેડિકલ ઓફિસર પ્રોટોકોલ હેઠળ જ કામ કરી રહ્યાં છે. પબ્લિક હેલ્થ અને સેફ્ટી માટે અમારે નજર હેઠળ રહેવું પડશે.
ઉલ્લેખનિય છે કે, ચીનના વુહાનમાં ડિસેમ્બરમાં પહેલીવાર કોરોનાવાઈરસ સામે આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં દુનિયાના 120 દેશોમાં 4300 મોત થઈ ચૂક્યા છે અને એક લાખ 19 હજારથી વધારે લોકો સંક્રમિત છે. WHOએ બુધવારે કોરોનાવાઈરસને મહામારી જાહેર કરી દીધી છે. WHOના મહાનિર્દેશકે કહ્યું કે, અમારુ કામ લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું છે. સંક્રમણના સામાજીક અને આર્થિક પ્રભાવને ઓછામાં ઓછું કરવા માટે અમે ઘણાં સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d1Oi2K
via Latest Gujarati News
0 Comments