મનરેગાના હેઠળ રોજગારીની માગણી કરનારાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો

નવી દિલ્હી, 3 માર્ચ 2020 શુક્રવાર

દેશમાં જેમ-જેમ અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી રહી છે તેમ-તેમ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ (મનરેગા) હેઠળ રોજગારીની માગણી કરનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આંકડા મુજબ, 2019-20માં મનરેગા હેઠળ રોજગારીની માગ રેકોર્ડ 9 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

મનરેગાના સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલા આંકડા મુજબ, 5.47 કરોડ પરિવારોએ મનરેગા હેઠળ કામની માગણી કરી છે. આ  2010-11 બાદ સૌથી વધારે છે. ત્યારે 5.5 કરોડ પરિવારે રોજગારની માંગણી કરી હતી.  

આંકડા મુજબ, વ્યક્તિગત રીતે 2019-20માં સૌથી વધારે લોકોએ આ યોજના હેઠળ કામ કર્યું. જેમાં 7.86 કરોડ લોકો દેશભરના વિવિધ સ્થળો પર કાર્યરત હતા.

વર્ષ 2012-13 બાદ આ સૌથી વધારે છે ત્યારે 7.97 કરોડ લોકોએ આ યોજના હેઠળ કામ કર્યું હતું. રાષ્ટ્રીય ગેરંટી યોજના વર્ષ 2006માં દેશભરમાં 200 જિલ્લાઓમાં શરૂઆત કરવામાં આવી હતી. 

ગ્રામીણ વિકાસ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, સંભાવના છે કે આ વખતે રોજગારના આંકડા ગયા વર્ષ કરતા સૌથી વધારે છે. 2019-20 દરમિયાન કેન્દ્રએ મનરેગા હેઠળ 72,162.13 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જે અત્યાર સુધી સૌથી વધારે છે. 

from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dRe7mA
via Latest Gujarati News

Post a Comment

0 Comments