નવી દિલ્હી, તા. 4. એપ્રિલ 2019 ગુરુવાર
પાકિસ્તાનનુ એફ 16 વિમાન તોડી પાડનાર ભારતીય વાયુસેનાના જાંબાઝ મિગ 21 પાયલોટ અભિનંદનના પિતા અને વાયુ સેનાના નિવૃત્ત એર માર્શલ સિમ્હાકુટ્ટી વર્થમાનનુ માનવુ છે કે, બાલાકોટ પરની એર સ્ટ્રાઈકમાં 300 જેટલા આતંકવાદીઓનો ખાતમો થયો હશે.
એર માર્શલ સિમ્હાકુટ્ટીએ આઈઆઈટી ચેન્નાઈમાં વિદ્યાર્થીઓ સાથેની વાતીચીતમાં કહ્યુ હતુ કે,વાયુસેનાએ ત્યારે હુમલો કર્યો હતો જ્યારે આતંકી ટ્રેનિંગ કેમ્પમાં મહત્તમ આતંકવાદીઓ હતા.શક્ય છે કે સ્પાઈસ 2000 પ્રકારના બોમ્બના ઉપયોગથી બિલ્ડિંગને બહારથી નુકસાન નહી થયુ હોય પણ અંદર મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હશે.
જોકે તેમણે એમ પણ કહ્યુ હતુ કે પાકના એફ 16 વિમાનો અને તેની AMRAAM મિસાઈલ ભારત માટે હકીકતમાં મોટો ખતરો છે.ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરતી વખતે એફ 16નુ ધ્યાન બીજે દોરવાનુ હતુ અને આ કામ સફળતાપૂર્વક પાર પડાયુ હતુ.વાયુસેનાએ સાત વિમાનોને બહાવલપુરની દિશામાં મોકલ્યા હતા જે જૈશ એ મહોમ્મદનુ હેડક્વાર્ટર છે.પાકને લાગ્યુ હતુ કે વાયુસેના બહાવલપુર પર હુમલો કરવાની છે.આથી તેણે એ દિશામાં એફ 16 વિમાનો મોકલ્યા હતા.તે જ વખતે ભારતના બીજા વિમાનોએ બાલાકોટ પર હુમલો કરી દીધો હતો.
તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન સાવધ હતુ અને તે જાણતુ હતુ કે ભારત હુમલો કરશે પણ તેમને કલ્પના નહોતી કે પાકની સીમામાં ઘુસીને ભારત એટેક કરશે.એર સ્ટ્રાઈક અંગે આ મારુ અનુમાન છે અને શક્ય છે કે આ સાચુ ના પણ હોય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CXpOXX
via Latest Gujarati News
0 Comments