
મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર
પોખરણ અને સત્યમેવ જયતે જેવી એક્શન ભરપુર ફિલ્મો કરીને ટોચના અભિનેતાઓમાં સ્થાન મેળવનારા અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે મને ગે (બે પુરુષો વચ્ચે સજાતીય સંબંધો)ની લવ સ્ટોરીઝ હોય એવી ફિલ્મોની જ ઑફર્સ વધુ મળી છે. હું શું કરું બોલો !
'લાંબા સમયથી મેં એક્કે લવ સ્ટોરી આધારિત ફિલ્મ કરી નથી. હવે એકાદી લવ સ્ટોરી કરવી છે. પરંતુ મને લવ સ્ટોરીની ઑફર મળતી નથી. જે લવ સ્ટોરી મળે છે એ ગે લવ સ્ટોરી હોય છે જેમ કે દોસ્તાના (૨૦૦૮) એમ જ્હૉને હસતાં હસતાં કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે તમે મારી લવ સ્ટોરીઝ આધારિત ફિલ્મો તપાસો. મોટા ભાગની લવ સ્ટોરીઝ ગે લવ સ્ટોરીઝ છે. ૨૦૦૫માં અક્ષય કુમાર સાથે કરેલી ગરમ મસાલા, ૨૦૦૮માં અભિષેક બચ્ચન સાથે કરેલી દોસ્તાના અને તાજેતરમાં વરુણ ધવન સાથે કરેલી ઢિશૂમ... આ બધી ગે લવ સ્ટોરીઝ હતી. મને આવી ઑફર્સ મળી એમાં મારો શો વાંક છે, બોલો ? એમ એણે હસતાં હસતાં કહ્યું હતું.
જો કે એની આગામી ફિલ્મો રસપ્રદ છે જેમ કે પાગલપંતી કોમેડી ફિલ્મ છે તો બાટલા હાઉસ પાટનગર નવી દિલ્હીમાં બનેલી એન્કાઉન્ટરની સત્યઘટના આધારિત ફિલ્મ છે.
એણે કહ્યું કે મને કોઇ યુવતી સાથેની સારી લવ સ્ટોરીની કથા ધરાવતી ફિલ્મની ઑફર આવે એની વાટ જોઇ રહ્યો છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UvUSYI
via Latest Gujarati News
0 Comments