નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં કનિષ્ક કટારિયાએ આખા દેશમાં ટોપ કર્યુ છે. કનિષ્કની શૈક્ષણિક કેરિયર પહેલેથી જ તેજસ્વી રહી છે.આ પહેલા તેણે માંથી અભ્યાસ કર્યો હતો અને નોકરી પણ કરી હતી.જોકે તેને પહેલેથી જ આઈએએસ બનવુ હતુ.આથી તેણે યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ શરુ કરી હતી.
કનિષ્ક દક્ષિણ કોરીયાની એક મલ્ટીનેશનલ કંપનીમાં એક કરોડની સેલેરી સાથે નોકરી કરતો હતો પણ તે આઈએએસ બનવા માટે ભારત પાછો આવ્યો હતો. કનિષ્ક કહે છે કે, મારા દિલમાં ભારતની વિકાસ ગાથાનો હિસ્સો બનવાની ઈચ્છા હતી અને તેથી જ મેં ભારત પાછા આવવાનુ નક્કી કર્યુ હતુ.એટલે સુધી કે એક કરોડનુ પેકેજ પણ મને ભારત પાછો ફરતા અટકાવી શક્યુ નહોતુ.
રાજસ્થાનના રહેવાસી કનિષ્કના પિતા સાંવરમલ વર્મા પણ આઈએએસ અધિકારી છે.જે હાલમાં રાજસ્થાન સરકારના સામાજીક ન્યાય વિભાગમાં ડાયરેકટર છે. પહેલા જ પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ટોપ કરનાર કનિષ્ક કટારિયાનુ કહેવુ છે કે, પહેલેથી જ મેં મારા પિતા અને કાકાને દેશના વરિષ્ઠ અધિકારીઓ તરીકે કામ કરતા દોયા છે.એટલા માટે જ મેં મલ્ટીનેશનલ કંપનીમાંથી રાજીનામુ આપી દીધી હતુ.મારા પરિવારે મારા પર ભરોસો મુકીને મારા નિર્ણયમાં સાથ આપ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D1nIGB
via Latest Gujarati News
0 Comments