ટ્રમ્પે ભારત સરકારે લીધેલા પગલાને ધ્યાનમાં રાખી ભારતને કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી દૂર કર્યો

 

વોશિંગ્ટન, તા. ૨૯

ભારત સરકારે લીધેલા કેટલાક પગલાને કારણે ટ્રમ્પ વહીવટી તંત્રે ભારતને પોતાની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી દૂર કર્યો છે. ભારત ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડને પણ આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે. 

આ યાદીમાં હાલમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ઇટાલી, આયરલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને વિયેતનામ સામેલ છે. અમેરિકાના નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકારના કેટલાક પગલાથી મોનિટરી નીતિ અંગેની તેની આશંકાઓ દૂર થઇ ગઇ છે.

અમેરિકાના નાણા મંત્રાલયે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતને આ યાદીમાંથી એટલે હટાવવામાં આવ્યું છે કારણકે તે ત્રણ માપદંડ પૈકી એકમાં જ પ્રતિકૂળ છે. આ માપદંડ છે અમેરિકા સાથેનો દ્વિપક્ષીય સરપ્લસ.

૨૦૧૭માં વિદેશી મુદ્રા ભંડારની ખરીદી પછી સરકારે ૨૦૧૮માં સતત રિઝર્વનું વેચાણ કર્યુ હતું. જેના કારણે વિદેશ મુદ્રા ભંડોળનું કુલ વેચાણ જીડીપીના ૧.૭ ટકા થઇ ગયું છે. 

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત પાસે આઇએમએફ મેટ્રિકના હિસાબથી પૂરતું વિદેશી કરન્સી ભંડોળ છે. 

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને સ્વીટ્ઝરલેન્ડ બંને એકતરફી દખલગીરી કરવાના જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. તેથી બંને દેશોને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I8fhLd
via Latest Gujarati News

Post a Comment

0 Comments