ભારતમાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલ નિરવ મોદીને આજે લંડનની કોર્ટમાં રજૂ કરાશે


(પીટીઆઇ) લંડન, તા. ૨૯

હીરાના ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદીને આવતીકાલે લંડનની એક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક(પીએનબી) છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં નિરવ મોદી ભારતમાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહ્યો છે. 

આ જ મહિનામાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથનોટે ૪૮ વર્ષીય નિરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદથી તે દક્ષિણ પશ્ચિમ લંડનની વેૈંડર્સવર્થ જેલમાં બંધ છે. જામીન મેળવવા માટેનો આ તેનો ત્રીજો પ્રયત્ન હતો. 

નિરવ મોદીને ન્યાયમૂર્તિ આર્બુથનોટ સમક્ષ ગુરૃવારે રજૂ કરવામાં આવશે. આ દરમિયાન તેના પ્રત્યાર્પણથી જોડાયેલ સુનાવણી માટે એક વ્યાપક સમયસીમા નિર્ધારિત થવાની સંભાવના છે. 

આ અગાઉ ન્યાયમૂર્તિએ તેમની જામીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે છેતરપિંડી મોટી છે અને જામીનની રકમ બેગણી કરી ૨૦ લાખ પાઉન્ડ કરવામાં આવ્યા પછી પણ તેના આત્મસમર્પણ કરવામાં નિષ્ફળ રહેવાની ચિંતા દૂર થતી નથી. 

 લંડન પોલીસના પ્રત્યાર્પણ વોરન્ટના આધાર ેનિરવ મોદીની લંડનની મેટ્રો બેંકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે બેંકમાં નવું ખાતું ખોલાવવા આવ્યો હતો. ત્યારબાદથી તે જેલમાં જ છે. 

નિરવ મોદીઅ પોેતાના જામીન માટે વખત અરજી કરી હતી પણ દરેક વખતે ન્યાયમૂર્તિએ આ જમીન અરજી ફગાવતા જણાવ્યું હતું કે એક વખત નિરવ મોદીને જામીન મળી જશે તો તે ભવિષ્યમાં તે આત્મસમર્પણ કરશે તેની કોઇ ગેરંટી નથી.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WdvAAd
via Latest Gujarati News

Post a Comment

0 Comments