આ ઉમેદવાર છેલ્લા 57 વર્ષથી હાર-જીતની પરવા કર્યા વગર ચૂંટણી લડે છે


નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર

લોકસભાની આગામી ચૂંટણી માટે આખા દેશમાં હજારો ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જોકે ઓરિસ્સાના 84 વર્ષના શ્યામ બાબૂ સુબુધિની વાત બધા કરતા અલગ છે.તેઓ છેલ્લા 57 વર્ષથી ચૂંટણી લડી રહ્યા છે.આ વખતે ઓરિસ્સાના અસ્કા અને બહેરામપુરમાંથી 17મી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને તેમનુ નિશાન છે બેટ.

બે બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા શ્યામ બાબૂનુ કહેવુ છે કે, હું હારુ કે જીતુ તેનાથી મને કોઈ ફરક બડતો નથી.હું સતત ચૂંટણી લડતો રહીશ.મારી લડાઈ ભ્રષ્ટાચાર સામે છે.તેમાં જીત મળે કે નહી પણ મારી લડાઈ ચાલુ રહેશે. સૌથી પહેલા તેઓ 1962માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા.આ જ વર્ષે તેઓ વિધાનસભામાં પણ ઉભા રહ્યા હતા.

વર્તમાન ચૂંટણીમાં પણ તેઓ એકલા હાથે જ અલગ અલગ જગ્યાએ ફરીને પ્રચાર કરીને મતદારોને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Keobev
via Latest Gujarati News

Post a Comment

0 Comments