સભામાં ખાલી ખુરશીઓના ફોટા લઈ રહેલા પત્રકારોને કોંગ્રેસીઓઓ ફટકાર્યા


નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર

ઘણા નેતાઓની ચૂંટણી સભાઓમાં ખુરશીઓ ખાલી રહેતી હોય છે.આવા દ્રશ્યો છાશવારે અખબારો અને મીડિયામાં જોવા મળતા હોય છે. તામિલનાડુના વિરુધ્ધનગરમાં યોજાયેલી એક સભામાં પણ આવુ જ બન્યુ હતુ.કોંગ્રેસે યોજેલી જાહેરસભામાં લોકો ફરક્યા જ નહોતા.એ પછી હાજર પત્રકારોએ ખાલી ખુરશીઓના ફોટા લેવા માંડ્યા હતા.

જેના પગલે કોંગ્રેસી કાર્યકરો ભડક્યા હતા.અસહિષ્ણુતા અને વાણી સ્વાતંત્ર્યની વાત કરનાર કોંગ્રેસના કાર્યકરોએ પત્રકારોને જ ફટકાકરવા માંડ્યા હતા.એ પછી પોલીસે હસ્તક્ષેપ કર્યો ત્યારે માંડ માંડ પત્રકારો સભા સ્થળેથી સહી સલામત નિકળી શક્યા હતા. ચેન્નાઈ પ્રેસ ક્લબે હવે હુમલાખોરો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.કેટલાક ઈજાગ્રસ્ત મીડિયાકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U2zgPo
via Latest Gujarati News

Post a Comment

0 Comments