J&K: M.Tech. થયેલો યુવાન ત્રણ દિવસ પહેલા જ બન્યો આતંકવાદી, સેનાના હાથે માર્યો ગયો


નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર

જમ્મુ કાશ્મીરમાં શનિવારે થયેલી અથડામણમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓમાંથી એકે તો એમટેક કર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. સુરક્ષાદળોએ ઠાર મારેલા બે આતંકવાદીઓના નામ રાહિલ શેખ અને બિલાલ અહેમદ છે.બિલાલ શોપિયા વિસ્તારનો રહેવાસી હતો.જ્યારે રાહિલ ગાંદરબલ જિલ્લામાં રહેતો હતો.બંને આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીનની સાથે સંકળાયેલા હતા. એમટેક થયેલા રાહિલે તો ત્રણ દિવસ પહેલા જ આતંકવાદનો રસ્તો પસંદ કર્યો હતો.

શોપિયામાં એક બાગમાંથી આતંકવાદીઓએ રસ્તા પર પસાર થઈ રહેલા સેનાના કાફલા પર કરેલા ફાયરિંગ બાદ એન્કાઉન્ટર શરુ થયુ હતુ.જેમાં આ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.રાહિલે હરિયાણામાંથી એમટેકની ડિગ્રી મેળવી હતી.તેના પિતા હેન્ડિક્રાફ્ટ ડિપાર્ટમેન્ટમાં સરકારી કર્મચારી છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WTUe4V
via Latest Gujarati News

Post a Comment

0 Comments