નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન દ્વારા સમર વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં સ્ટુડન્ટસ દ્વારા કરવામાં આવેલા વર્કનું ડિસપ્લે પાલડી કેમ્પસ ખાતે યોજાયું હતું. એનઆઇડી ખાતે બામ્બૂ, હેન્ડ સ્ટીચ, રાકૂ આર્ટ, થ્રીડી એનિમેશનેે અને થ્રીડી વર્ડ પર વર્કશોપ યોજાયા હતા. પાંચ દિવસીય વર્કશોપમાં સ્ટુડન્ટસ દ્વારા અવનવી ડિઝાઇન સાથેની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. થ્રીડી વર્ડ વર્કશોપમાં સ્ટુડન્ટસે પ્લાસ્ટીકની દોરી વડે કેલિગ્રાફી કરી હતી, સાથે જ આઇસોલેડ ગ્રીડ અને ડબલ ફેજ વર્ડ પણ તૈયાર કર્યા હતા. જ્યારે થ્રીડી એનિમેશન વર્કશોપ અંતર્ગત શોર્ટ ફિલ્મ અને એડવર્ટાઇમેન્ટ તૈયાર કરી હતી.
૯૦૦ તાપમાને ગરમ કરીને ડિઝાઇન તૈયાર કરી
વર્કશોપ : રાકૂ કળા

જાપાનીઝ ટેકનિક રાકૂ દ્વારા વર્કશોપમાં સ્ટુડન્ટસને માટીની ડિઝાઇનર આર્ટવર્ક તૈયાર કર્યું હતું, રાકૂ ટેકનિકમાં સ્ટોનવેર માટીનો ઉપયોગ કરવામાં આવે છે. માટીને હાથથી આકાર આપ્યા બાદ તેને ૮૫૦થી ૯૦૦ ડીગ્રીએ ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ રંગ લગાવી બીજી વખત ગરમ કરવામાં આવે છે, ગરમ થયા બાદ તેમા રંગની વિવિધ મિશ્રણ જોવા મળે છે. રંગોનું મિશ્રણ રાકૂ કળાને ઉત્તમ બનાવે છે.
વર્કશોપ : થ્રીડ વર્ડ

વર્કશોપ દ્વારા સ્ટુડન્ટસ અક્ષરોમાં ડિઝાઇનનું મહત્ત્વ સમજ્યા હતા. સાથે જ વર્કશોપમાં તેઓએ આઇસોમીટેડ ગ્રીડ દ્વારા ટુડી અને થ્રીડી શબ્દો બનાવ્યા હતા. ઉપરાંત ડબલ ફેઝ અને ડબલ લેયરમાં વર્ડની ડિઝાઇન તૈયાર કરી હતી.
વર્કશોપ : હેન્ડ સ્ટીચ

હેન્ડ સ્ટીચ વર્કશોપમાં સ્ટુડન્ટસે વિવિધ ડિઝાઇન તૈયાર કરી હતી. જેમાં હાથથી સિલાઇ કરીને સ્ટુડન્ટસે યુનિક ડિઝાઇન સાથેના ટીશર્ટ અને ટોપ વેર તૈયાર કર્યા હતા.
વર્કશોપ : ફોટોગ્રાફી

ફોટોગ્રાફી વર્કશોપમાં સ્ટુડન્ટસને ફોટોગ્રાફીનું બેઝિક નોલેજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના વિવિધ મોન્યુમેન્ટસ અને પોટ્રેઇટ ફોટોગ્રાફી કરવાની તાલીમ અપાઇ હતી.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YSgmO9
via Latest Gujarati News
0 Comments