સ્મૃતિ ઇરાની, રવિ શંકર પ્રસાદ, ગંભીર પહેલી વાર ચૂંટણી લડયા અને જીતી પણ ગયા


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 24 મે, 2019, શુક્રવાર

ક્રિકેટર ગોતમ ગંભીર, સુફી ગાયક હંસ રાજ હંસ, ભાજપના નેતા રવિ શંકર પ્રસાદ, સ્મૃત્તિ ઇરાની, બંગાળી અભિનેત્રી મિનિ ચક્રવર્તી અને નુસરત જહાં રૃહી પહેલી વાર લોકસભામાં  પ્રેવશ મેળનાર જાણીતા ચહેરાઓમાં છે. સ્મૃત્તિ ઇરાનીએ તો કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને ૫૫૧૨૦ મતોથી હરાવી જાયન્ટ કિલરનો ખિતાબ મેળવી લીધો હતો જ્યારે વિવાવાદાસ્પદ પ્રજ્ઞાા ઠાકુરે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજય સિંહને ભોપાલમાંથી હરાવ્યા હતા.

પૂર્વ દિલ્હીમાંથી ચૂંટણી લડેલા ગંભીરે કોંગ્રેસને અરવિન્દર સિંહ લવલીને ૩.૯૧ લાખની સરસાઇથી હરાવ્યા હતા. કેન્દ્રના મંત્રી પ્રસાદે ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહાને પટણા સાહેબની બેઠક પરથી હરાવ્યા હતા. દેશના પાટનગર દિલ્હીમાં ભાજપે તમામ સાતે બેઠકો જીતી લીધી હતી. ગાયક હંસરાજ હંસ ૫.૫૫ લાખની સરસાઇથી જીત્યા હતા.

ભાજપ ઉપરાંત ડીએમકે અને તૃણમુલ કોંગ્રેસના પહેલી વાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો જીત્યા હતા. તામીલનાડૂમાં કની મોઝી, મધ્ય પ્રદેશમાં  મુખ્ય પ્રધાન કમલનાથનો પુત્ર નકુલ જીત્યા હતા. બંગાળમાં ફિલ્મ અભિનેત્રી મિનિ ચક્રવર્તી પહેલી વાર તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને  વિજેતા બની. એવી જ રીતે નુસરત જહાં રૃહી પણ તૃણમુલ કોંગ્રેસની સાંસદ બની.

પંજાબના ગુરૃદાસપુરમાંથી ફિલ્મ અભિનેતા સની દેઓલ પહેલી વાર લોકસભામાં જશે.એવી જ રીતે વર્ષો સુધી કોંગ્રેસમાં રહેનાર રિટા બહુગુણા ભાજપ વતી લોકસભામાં જશે. બિહારમાં લોકજન શક્તિ પાર્ટીના  પશુપતિ નાથ પારસ પણ પહેલી જ વાર રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરશે. તેઓ હાજીપુરમાંથી તેમના ભાઇ રામ વિલાસ પાસવાનની જગ્યાએ ચૂંટણી લડેલા



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30RdNOa
via Latest Gujarati News

Post a Comment

0 Comments