મોદી બુલ રન : જીતના ઉન્માદમાં શેરોમાં ફંડોની વ્યાપક તેજી : સેન્સેક્સ 623 પોઈન્ટ ઉછળીને 39435ની નવી વિક્રમી ઊંચાઈએ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા.24 મે, 2019, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં એકલે હાથે ભાજપને સ્પષ્ટ બહુમત અપાવવા સાથે એનડીએને જંગી બહુમતથી વિજયી બનાવાતાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ આજે વિજયના ઉન્માદમાં શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરીને સેન્સેક્સ-નિફટીને નવી વિક્રમી ઊંચાઈએ બંધ મૂકી દીધા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપના જવલંત વિજય સાથે આર્થિક સુધારા, ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસને અસાધારણ વેગ મળવાની અપેક્ષા અને આંતરરાષ્ટ્રીય મોરચે પણ રશીયા સહિતના ઓપેક દેશો ક્રુડના ઉત્પાદનમાં કાપ વધુ લંબાવવાના મતમાં ન હોઈ અને અમેરિકામાં ક્રુડના વધતાં સ્ટોકના કારણે ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટના ગઈકાલે ઘટીને ૬૭.૭૬ ડોલર નજીક આવી જતાં મોટી આયાત પર નિર્ભર ભારતને રાહત થવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર પણ ૪૮ પૈસા નબળો પડીને રૂ.૬૯.૫૨ થઈ જતાં શેરોમાં ફંડોની આજે ઓલ રાઉન્ડ આક્રમક લેવાલી નીકળી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, આઈટી, ફાર્મા શેરોમાં તેજીએ સેન્સેક્સ ૬૨૩.૩૩ પોઈન્ટ ઉછળીને ૩૯૪૩૪.૭૨ અને નિફટી સ્પોટ ૧૮૭.૦૫ પોઈેન્ટની છલાંગે ૧૧૮૪૪.૧૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ અફડાતફડીમાં નીચામાં ૩૮૮૨૪ થઈ ૩૯૪૭૬ સુધી ઉછળી અંતે ૬૨૩ પોઈન્ટ વધીને ૩૯૪૩૪ની નવી ઊંચાઈએ બંધ

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૮૧૧.૩૯ સામે ૩૯૦૭૬.૨૮ મથાળે ખુલીને આરંભમાં સાધારણ મજબૂતી બાદ આઈટી-સોફટવેર શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં વેચવાલી અને એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં નરમાઈએ નીચામાં ૩૮૮૨૪.૨૬ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એક્સીસ બેંક, એચડીએફસી બેંક, યશ બેંક, કોટક મહિન્દ્રા બેંક સાથે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોમાં મોટી લેવાલી થતાં અને ઓટમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતમાં આકર્ષણે અને એશીયન પેઈન્ટસ, ઈન્ફોસીસ, સન ફાર્મા, કોલ ઈન્ડિયા સહિતમાં આકર્ષણે સેન્સેક્સ એક તબક્કે ૬૬૫.૫૮ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૯૪૭૬.૯૭ સુધી જઈ અંતે ૬૨૩.૩૩ પોઈન્ટ વધીને ૩૯૪૩૪.૭૨ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

નિફટી અફડાતફડીમાં ૧૧૬૫૮ અને ઉપરમાં ૧૧૮૫૯ સુધી જઈ અંતે ૧૮૭ પોઈન્ટ ઉછળીને ૧૧૮૪૪ની નવી ઊંચાઈએ બંધ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૬૫૭.૦૫ સામે ૧૧૭૪૮ મથાળે ખુલીને આરંભથી જ મજબૂતી બાદ સાધારણ નરમાઈ તરફી થઈ નીચામાં ૧૧૬૫૮.૧૦ સુધી આવ્યો હતો. જે મથાળેથી ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એક્સીસ બેંક, બજાજ ફિનસર્વ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, યશ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં તેજી થતાં અને બીપીસીએલ, ગેઈલ ઈન્ડિયા, આઈઓસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ રહેતાં અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, મારૂતી સુઝુકી સહિતમાં લેવાલ રહેતાં અને પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ સાથે મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં આકર્ષણે અને અન્ય શેરોમાં ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફ્રાટેલ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૮૫૯ સુધી જઈ અંતે ૧૮૭.૦૫ પોઈન્ટ વધીને ૧૧૮૪૪.૧૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

નિફટી ૧૨,૦૦૦નો કોલ ૪૦.૧૦સથી ઉછળીને ૪૯.૩૦ થઈ અંતે ૩૬.૮૦ : નિફટી ૧૧,૫૦૦નો પુટ ૬૫ થી ઘટીને ૧૨.૭૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની આજે આક્રમક તેજી બાદ ઉછાળે તેજીનો વેપાર હળવો થતો જોવાયો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૪,૧૬,૫૫૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭,૫૮૨.૮૧ કરોડના કામકાજે ૪૦.૧૦ સામે ૪૯.૩૦ મથાળે ખુલીને નીચામાં ૧૩ સુધી આવી અંતે ૩૬.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૩,૭૦,૬૬૧ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૦૫૨.૫૫ કરોડના કામકાજે ૮૮.૩૫ સામે ૧૦૯.૧૦ મથાળે ખુલીને નીચામાં ૪૭ થઈ વધીને ૧૩૮.૭૦ સુધી પહોંચી અંતે ૧૨૨.૭૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૩,૫૭,૩૪૦ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૫૧૨.૫૯ કરોડના કામકાજે ૧૩૪.૮૫ સામે ૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૪ થઈ ઘટીને ૨૮.૬૦ સુધી આવી અંતે ૩૨ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૨,૪૧,૭૮૫ કોન્ટ્રેકટસમાં રૂ.૨૦,૮૯૨.૭૯ કરોડના કામકાજે ૬૫ સામે ૪૫.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૧.૩૦ સુધી પટકાઈ અંતે ૧૨.૭૦ રહ્યો હતો. 

નિફટી મે ફયુચર ૧૧,૬૯૨ થી ઉછળીને ૧૧,૮૬૫ : બેંક નિફટી ફયુચર ૩૦,૪૭૭ થી ઉછળીને ૩૧,૨૧૫

નિફટી મે ફયુચર ૧,૮૦,૯૯૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૬,૦૦૧.૬૦ કરોડના કામકાજે ૧૧,૬૯૨.૪૦ સામે ૧૧,૭૬૫.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૭૮.૧૦ થઈ વધીને ૧૧,૮૯૦ સુધી જઈ અંતે ૧૧,૮૬૫.૨૫ રહ્યો હતો. બેંક નિફટી ફયુચર ૨,૦૫,૩૫૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૭૧૦.૦૨ કરોડના કામકાજે ૩૦,૪૭૭.૯૦ સામે ૩૦,૭૫૦.૦૫ મથાળે ખુલીને નીચામાં ૩૦,૫૮૦.૦૫ થઈ વધીને ૩૧,૩૧૫ સુધી જઈ અંતે ૩૧,૨૧૫ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૧૮.૯૦ સામે ૨૦.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૪.૫૦ થઈ ઘટીને ૩.૭૦ સુધી આવી અંતે ૮.૭૫ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૮ સામે ૮.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧.૮૫ સુધી આવી અંતે ૨.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૨૬.૯૦ સામે ૨૫.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૪.૮૦ થઈ ઘટીને ૬.૪૫ સુધી આવી અંતે ૧૭ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફરી પૂરપાટ તેજી : અપોલો ટાયર, અશોક લેલેન્ડ, એક્સાઈડ, કયુમિન્સ, ટાટા મોટર્સ, એમઆરએફ, મહિન્દ્રા વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં અને રૂપિયો મજબૂત બનતાં પેટ્રોલ-ડિઝલના ભાવ હાલ તુરત નહીં વધવાની શકયતા અને ફરી ભાજપ-એનડીએ સ્પષ્ટ બહુમત સાથે વિજયી બનતાં દેશમાં આર્થિક સુધારા અને ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણને વેગ મળવાના અને ગ્રામીણ વિકાસ થકી ઓટોમોબાઈલ-વાહનોની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ઓટો શેરોમાં વેચાણો કપાવા સાથે ફંડો, મહારથીઓનું વ્યાપક વેલ્યુબાઈંગ થયું હતું. અપોલો ટાયર રૂ.૧૦.૮૫ વધીને રૂ.૧૯૪.૫૫, અશોક લેલેન્ડ રૂ.૪.૮૫ વધીને રૂ.૯૩.૬૫, એકસાઈડ રૂ.૧૦.૨૦ વધીને રૂ.૨૨૦.૩૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨૯.૭૦ વધીને રૂ.૭૫૨.૩૫, ટાટા મોટર્સ રૂ.૭.૧૫ વધીને રૂ.૧૮૨.૧૫, એમઆરએફ રૂ.૨૧૯૦.૪૦ વધીને રૂ.૫૭,૧૧૬, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૪.૪૦ વધીને રૂ.૬૬૩.૮૦, મધરસન સુમી રૂ.૪.૧૦ વધીને રૂ.૧૧૮.૪૫, ભારત ફોર્જ રૂ.૧૬.૩૦ વધીને રૂ.૪૭૬.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૮૮.૭૦ વધીને રૂ.૨૮૨૮.૩૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩.૨૫ વધીને રૂ.૭૯૯.૭૫, આઈશર મોટર્સ રૂ.૫૦૬.૭૫ વધીને રૂ.૨૦,૮૪૭.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૧.૩૫ વધીને રૂ.૪૯૦.૮૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૩.૩૫ વધીને રૂ.૭૦૯૬.૧૫, બોશ રૂ.૨૧૫.૨૫ વધીને રૂ.૧૬,૯૯૪.૪૦, બજાજ ઓટો રૂ.૯.૫૫ વધીને રૂ.૩૦૭૭.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૪૪.૭૭ પોઈન્ટ ઉછળીને ૧૯૦૫૯.૯૦ બંધ રહ્યો હતો. 

બેંકિંગ શેરોમાં વ્યાપક તેજી : બીઓબી, આઈસીઆઈસીઆઈ, સ્ટેટ બેંક, ઈન્ડસઈન્ડ, ફેડરલ, એક્સીસ, એચડીએફસી વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની ફરી વ્યાપક લેવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૩૮.૩૬ પોઈન્ટની છલાંગે ૩૫૧૯૯.૧૯ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૯.૫૫ વધીને રૂ.૧૩૭.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦.૯૦ વધીને રૂ.૪૩૧.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૩૦ વધીને રૂ.૩૫૪.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૫૩ વધીને રૂ.૧૬૪૯.૮૫, ફેડરલ બેંક રૂ.૩.૩૦ વધીને રૂ.૧૦૫.૭૦, એક્સીસ બેંક રૂ.૧૬.૬૦ વધીને રૂ.૭૯૩.૬૫, એચડીએફસી બેંક રૂ.૩૭.૯૫ વધીને રૂ.૨૩૭૨.૩૦, યશ બેંક રૂ.૧.૫૦ વધીને રૂ.૧૪૧.૩૦, કોટક બેંક રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૫૧૩.૮૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૮૦ વધીને રૂ.૯૬.૯૦, પીએસબી રૂ.૨.૩૦ વધીને રૂ.૨૯.૭૦, મન્નપુરમ રૂ.૧૦.૩૦ વધીને રૂ.૧૩૮.૨૦, આઈડીએફસી લિમિટેડ રૂ.૨.૫૫ વધીને રૂ.૩૮.૫૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૯૦ વધીને રૂ.૪૫, ફાઈવ પૈસા રૂ.૨૨.૪૫ વધીને રૂ.૩૫૧.૭૫, હુડકો રૂ.૨.૮૦ વધીને રૂ.૪૪.૦૫, ઓરિએન્ટલ બેંક રૂ.૫.૮૦ વધીને રૂ.૧૦૧.૯૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૪૨.૪૫ વધીને રૂ.૭૯૬.૮૫, આઈએફસીઆઈ રૂ.૧૦.૭૬, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪૪.૭૦ વધીને રૂ.૮૬૨.૫૦, કેનફિન હોમ ફાઈનાન્સ રૂ.૧૮.૫૦ વધીને રૂ.૩૫૯.૧૫, એડલવેઈઝ રૂ.૧૦.૨૫ વધીને રૂ.૧૮૨.૮૫ રહ્યા હતા.

મેટલ શેરોમાં તેજી : જિન્દાલ સ્ટીલ, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાન્તા, ટાટા સ્ટીલ, નાલ્કો, હિન્દાલ્કો ઉંચકાયા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફરી ફંડો વ્યાપક લેવાલ બનતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૦૨.૦૯ પોઈન્ટ ઉછળીને ૧૦૭૮૯.૯૩ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૮.૯૫ વધીને રૂ.૧૬૦.૯૫, સેઈલ રૂ.૨.૫૫ વધીને રૂ.૫૧.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૨૮૭.૬૫, વેદાન્તા રૂ.૬.૬૦ વધીને રૂ.૧૬૩.૮૫, ટાટા સ્ટીલ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૪૮૩.૫૦, નાલ્કો રૂ.૧.૧૦ વધીને રૂ.૪૯.૮૫, હિન્દાલ્કો રૂ.૩.૪૫ વધીને રૂ.૧૯૫.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૪.૩૫ વધીને રૂ.૨૫૨.૯૦, એનએમડીસી રૂ.૧.૬૦ વધીને રૂ.૯૭.૯૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક તેજી : ૧૮૩૩ શેરો પોઝિટીવ બંધ : ૧૬૫ શેરોમાં તેજીની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓ, મહારથીઓની આજે વ્યાપક લેવાલી થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૩૩ અને ઘટનારની સંખ્યા ૬૯૯ રહી હતી. ૧૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

એફઆઈઆઈની કેશમાં રૂ.૨૦૨૬ કરોડની ચોખ્ખી ખરીદી : ડીઆઈઆઈની કેશમાં રૂ.૧૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૨૦૨૬.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૦૫૯.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૦૩૩.૪૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૯૫.૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૮૩૯.૬૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૦૩૫.૦૨ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૯.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી સામે સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૬૪.૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. 

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૪ લાખ કરોડ વધીને રૂ.૧૫૨.૭૧ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં આજે વ્યાપક તેજીના તોફાને બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના શેરોનું એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ એક દિવસમાં જ રૂ.૨.૫૪ લાખ કરોડ વધીને રૂ.૧૫૨.૭૧ લાખ કરોડ પહોંચ્યું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QrODAU
via Latest Gujarati News

Post a Comment

0 Comments