યુએસ સરકારે ત્યાંના ખેડૂતોને પીઠબળ આપવા ૧૬ અબજ ડોલરનું પેકેજ જાહેર કર્યું

મુંબઈ, તા.24 મે, 2019, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે હવામાન નરમ હતું. માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર મિશ્ર હવામાન બતાવતા હતા.  મુંબઈ હજાકર બજારમાં  ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના  ઘટી રૂ.૫૮૮ તથા જેએનપીટીના   રૂ.૫૮૨ હતા.   રિફાઈનરીના  ડાયરેકટ ડિલીવરીના  વેપારો મે ડિલીવરીના  રૂ.૫૮૩માં તથા ૧થી ૧૦ જૂન ડિલીવરીના  રૂ.૫૮૪માં મળીને  આશરે ૩૦૦થી ૪૦૦ ટનના વેપારો  સાંજે થયાના વાવડ હતા.  દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૦૬ વાળા ૫૦૩ હતા.  

વાયદા બજારમાં  સાંજે સીપીઓ વાયદાના  ભાવ રૂ.૫૦૮.૫૦  તથા સોયાખોળ  વાયદાના રૂ.૭૪૩.૯૦  બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં  પામતેલનો વાયદો મલેશિયાના બજારમાં નજીકની ડિલીવરીમાં ધીમો સુધારો તથા દૂરની ડિલીવરીમાં ધીમો ઘટાડો બતાવતા સમાચાર મળ્યા હતા પામ પ્રોડકટના ભાવ શાંત હતા. 

અમેરિકામાં  શિકાગો સોયાતેલ  વાયદો ઓવરનાઈટ ૪૯થી ૫૩ પોઈન્ટ નરમ રહ્યા પછી પ્રોજેકશનમાં  સાંજે ભાવ ફરી વધી ૨૪થી ૨૫ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. દરમિયાન ત્યાં ઓવરનાઈટ ટ્રેન્ડમાં સોયાખોળનો  વાયદો  ૯થી ૧૧ પોઈન્ટ નરમ હતો.  સોયાબીનનો વાયદો  ૭૦થી ૭૨ પોઈન્ટ ગબડયો હતો. ન્યુયોર્ક કોટન  વાયદો ઓવરનાઈટ ઉછળ્યાના વાવડ હતા.

મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૫૦ના મથાળે શાંત હતા.  રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૦૦થી ૧૦૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૬૪૦  રહ્યાના સમાચાર હતા. આજે  કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫ મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૪ હતા. મગફળીની આવકો સવારે ગોંડલ બાજુ આશરે ૧૧ હજાર ગુણી તથા રાજકોટ  બાજુ આવકો ૫૫૦૦ ગુણી નોંધાઈ હતી તથા  મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના ૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં રૂ.૧૦૩૦થી ૧૦૪૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૩૪ હતા. 

 સનફલાવરના ભાવ રૂ.૭૩૦  તથા રિફા.ના રૂ.૭૭૦ બોલાતા હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ હતા. દરમિયાન, મુંબઈ ખોેળ બજારમાં સોયાખોળના ભાવ ટનના ૩૩૦૭૫થી ૩૩૦૮૦ના મથાળે ટકેલા હતા. સિંગખોળના ભાવ રૂ.૨૪૦૦૦ વાળા   રૂ.૨૩૫૦૦ હતા. અન્ય ખોળો શાંત હતા.  દરમિયાન, અમેરિકાથી મળતા સમાચાર મુજબ ચીન અને અમેરિકા વચ્ચે ફરી શરૂ થયેલા વેપાર યુદ્ધની અસર અમેરિકાના  ખેડૂતો પર પડે નહીં  એ માટે  ત્યાંના ખેડૂતોને પીઠબળ આપવા અમેરિકાની સરકારે  ૧૬ અબજ ડોલરનું  બજેટ બનાવ્યું છ.ે 

અમેરિકામાં   સોયાબીન ઉપરાંત મકાઈ, ઘઉં, રાયડો, ચોખા, સિંગદાણા વિ. ઉગાડતા ખેડૂતોને આવી સહાય આપવામાં આવશે એવા સમાચાર મળ્યા હતા.દરમિયાન મુંબઈ હાજર બજારમાં દિવેલના ભાવ રૂ.સાત વધી કોમર્શિયલના રૂ.૧૧૯૨ એફએસજીના રૂ.૧૨૦૨  તથા એફએસજી કંડલાના  રૂ.૧૧૮૨ બોલાયા હતા મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૭૭૫ વાળા  રૂ.૫૮૧૦  હતા. 

મલેશિયાથી ચાલુ મહિનાના  ૨૫ દિવસમાં પામતેલની  કુલ નિકાસ આશરે ૧૩થી ૧૪ ટકા  વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં  સંભળાઈ હતી.  ઘરઆંગણે  મધ્ય-પ્રદેશ બાજુ આજે  બપોરે સોયાબીનની  આવકો આશરે  ૭૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ સોયાબીનના હાજર ભાવ રૂ.૩૭૫૦થી ૩૮૨૫ તથા પ્લાન્ટના   રૂ.૩૮૦૦થી ૩૮૭૦ હતા .

જ્યારે  સોયાતેલના ભાવ રૂ.૭૨૩થી ૭૨૮ તથા રિફા.ના રૂ.૭૫૫થી ૭૬૦ રહ્યા હતા.વિશ્વ બજારમાં સનફલાવરના ભાવ કાચાતેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૪૫થી ૭૪૨.૫૦ ડોલર હતા. ઘરઆંગણે સાંજે  સીપીઓ જૂન વાયદાના ભાવ ૫૧૨.૭૦  તથા સોયાતેલ જૂનના રૂ.૭૪૩.૨૦ અને એરંડાના જૂન વાયદાના ભાવ રૂ.૫૮૦૮ આસપાસ બોલાઈ રહ્યા હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wjcFVy
via Latest Gujarati News

Post a Comment

0 Comments