
નવી દિલ્હી, તા. 01 એપ્રિલ 2019, સોમવાર
આગામી લોકસભાની ચૂંટણી ચૂંટણી માટે વર્ધા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને NCP પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન કુંભકર્ણની જેમ છે. એરકંડિશનરમાં બેસીને દેશને સલાહ આપી રહ્યાં છે. તેમને તે ખબર નથી કે 40-42 ડિગ્રી તાપમાનમાં લોકો આશિર્વાદ આપવા આવ્યા છે.
તેમણે કહ્યું કે, જ્યાં પણ મારી નજર પહોંચી રહી છે. હું લોકો જોઇ રહ્યો છે. લોકોએ આ જે પ્રેમ દેખાડ્યો છે ખબર નહી કોંગ્રેસ-NCPનું શું થશે. ખબર નહી તેઓ સુઇ શકશે કે નહી. મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેનો સ્વચ્છતા પ્રત્યે જે આગ્રહ હતો. તમે દરેક જાણો છો. કોગ્રેસે કેટલો અનુગ્રહ કર્યો તે પણ તમે જાણો છો. કોંગ્રેસ સ્વચ્છતાના ચોકીદારનું આજે અપમાન કરે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે દિવસ પહેલા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, મોદીએ માત્ર શૌચાલયની ચોકીદાર કરી છે. હવે તેમે જ જણાવો જે વર્ષોથી સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે. આ ભાષા મારા તે ભાઇઓ-બહેનોનું અપમાન છે કે નહી. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમારી ગાળો મારું ઘરેણું છે. કારણ કે, જ્યારે શૌચાલયોની ચૌકીદારી કરી છું તો હિંદુસ્તાનની કરોડો માતાઓ-બહેનોનો પણ ચૌકીદાર છું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V9YCMG
via Latest Gujarati News
0 Comments