Johnson and Johnson ફરી વિવાદોમાં, બેબી કેર શેમ્પૂથી કેન્સરનું જોખમ

નવી દિલ્હી, તા. 1 એપ્રિલ 2019 સોમવાર

દરેક માતા-પિતા બાળકો માટે સૌથી શ્રેષ્ઠ અને મોટી કંપનીના પ્રોડક્ટ ખરીદીને ઉપયોગ કરે છે. જેથી તેમનુ બાળક સ્વસ્થ રહે અને બાળકોના આરોગ્ય પર કોઈ દુષ્પ્રભાવ ના પડે પરંતુ એક તાજેતરનો જ કિસ્સો આપને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે આપ જે મોટી પ્રોડક્ટ કોઈપણ ચિંતા વગર આપના બાળકો માટે ખરીદી રહ્યા છો ક્યાંક તે આપના બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક તો નથી ને. 

પ્રખ્યાત બ્રાન્ડ જોનસન એન્ડ જોનસનનો એક તાજો કિસ્સો સામે આવ્યો છે. આ કંપની હિમાચલ પ્રદેશના બદ્દીમાં બાળકો માટે કેટલાક ઉત્પાદનોનું નિર્માણ કરે છે. આ કંપનીના બેબી શેમ્પૂ જેનો બેચ નંબર બીબી 58177 અને બીબી 58204 છે. આ પ્રોડક્ટમાં ગત દિવસોમાં થયેલી તપાસ દરમિયાન હાનિકારક તત્વ જોવા મળ્યા છે.

આ વિશે સચેત કરતા રાજસ્થાન રાજ્યના દરેક ડ્રગ્સ કંટ્રોલ અધિકારીઓને ડ્રગ્સ બુલેટીન જાહેર કરીને સચેત કર્યા છે. રાજસ્થાન ડ્રગ્સ કંટ્રોલર રાજારામ શર્મા દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે જૉનસન બેબી શેમ્પૂના ઉપરોક્ત બંને બેચ માનકો અનુસાર સાચા ઠર્યા નથી. જે ખરીદારો માટે નુકસાનકારક છે. જેથી આ કંપનીના ઉક્ત ઉત્પાદનના વેચાણ પર રોક લગાવતા બજારમાંથી તેના સ્ટૉકને પાછા મંગાવવામાં આવે. સાથે જ તે કંપનીના અન્ય બેચોની પણ સમય-સમય પર તપાસ કરવામાં આવે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CMIxFn
via Latest Gujarati News

Post a Comment

0 Comments