નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
કોંગ્રેસના ઉત્તરપ્રદેશના બિજનોર લોકસભા સીટના ઉમેદવારની બિરયાની પાર્ટીમાં બિરયાની ખાવાના મુદ્દે બે જૂથો બાખડી પડ્યા હતા.જેના પગલે થયેલા ઘમાસાણમાં સેંકડો લોકો ઘાયલ થયા હતા.
કોંગ્રેસી ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીની એક સભાનુ શનિવારે આયોજન કરાયુ હતુ.એ પછી આ વિસ્તારમાં જ પૂર્વ ધારાસભ્ય મૌલાના જમીલ અહેમદના ઘરે બિરિયાની પાર્ટીનુ આયોજન કરાયુ હતુ.જેમાં પહેલા બિરિયાની ખાવા માટે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી અ્ને જોત જોતામાં મારામારી શરુ થઈ ગઈ હતી.લાકડીઓ અને હથિયારો વડે થયેલી મારામારી બાદ દોડધામ મચી ગઈ હતી.
આ બાબતની જાણકારી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને લાઠીચાર્જ કરીને બે જૂથોને વિખેર્યા હતા.બીજી તરફ બિરિયાની પાર્ટીનુ આયોજન પરવાનગી વગર કરાયુ હોવાથી બિરિયાનીનો પોલીસે નાશ કર્યો હતો.ઉપરાંત પૂર્વ ધારાસભ્યના પુત્ર નઈમ અહેમદ સહિત આઠ સામે પોલીસે કેસ પણ કર્યો છે.પોલીસે તેમની સામે બિરિયાની ખવડાવીને વોટ આપવા દબાણ કરવાનો ગુનો પણ દાખલ કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WRWYQ2
via Latest Gujarati News
0 Comments