ચીનની નૌસેનાની 70મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે ભારતીય નૌસેનાના બે જહાજો


નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર

ચીન સાથે સરહદ પર સતત રહેતા તનાવ વચ્ચે ચીનની નૌસેનાની 70મી વર્ષગાંઠની ઉજવણીમાં ભારતીય નૌસેનાના બે જહાજો પણ હિસ્સો લેવાના છે.જેમાં એક યુધ્ધ જહાજ છે. ભારતના ચીન સ્થિત દૂતાવાસે કહ્યુ હતુ કે, 21 થી 26 એપ્રિલની વચ્ચે ચીનની નૌસેના તેની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવાની છે.આ નિમિત્તે એક ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ યોજાશે.આ રિવ્યૂમાં 60 જેટલા દેશો પોતાના યુધ્ધ જહાજો મોકલશે.જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ભારતીય નૌસેનાના આઈએનએસ કોલકાતા અને અને આઈએનએસ શક્તિ તેમાં ભાગ લેશે.આઈએનએસ કોલકાતા ભારતીય નૌસેનાનુ કોલકાતા સિરિઝનુ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર પ્રકારનુ યુધ્ધ જહાજ છે જ્યારે આઈએનએસ શક્તિ એક ટેન્કર અને માલવાહક પ્રકારનુ જહાજ છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ORrYgk
via Latest Gujarati News

Post a Comment

0 Comments