નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
તાજમહેલમાં શાહજહાંની ઉર્ષ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા. આ મામલે પોલીસે 25 લોકોની પુછપરછ કરી છે. જો કે હજી સુધી આરોપીઓની ઓળખ થઇ શકી નથી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી ગઇ છે. CCTV ફુટેજના આધારે 2 લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.
પોલીસે આરોપીની ઓળખ માટે CCTV ફુટેજને તપાસ્યા છે. યુવકની આજુબાજુ ઊભેલા લોકોની પોલીસ સ્ટેશન લઇ જઇ પુછપરછ કરવામાં આવી. પરંતુ કોઇ જાણકારી મળી નહી. આ મામલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ઉપમંડલ, તાજમહેલના અધિકારી અંકિત કુમાર નામદેવે કેસ નોંધાવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VvR8Uo
via Latest Gujarati News
0 Comments