પુણે, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
પૂણેમાં એક રેલીને સંબોધિત કરતા NCP અધ્યક્ષ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદી પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવે છે. તેઓ દેશની પ્રગતીમાં કોંગ્રેસના યોગદાનના લેખા-જોખા માંગે છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં દેશ માટે કંઇ નથી કર્યું.
જ્યારે રાજીવ ગાંધીની નેતૃત્વવાળી કોંગ્રેસની સરકારની નીતિઓને કારણે જ આજે દેશના કરોડો લોકો મોબાઇલનો ઉપયોગ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી ઘણીવાર પુછત હોય છે કે, કોંગ્રેસનું દેશમાં શું યોગદાન છે. તેમણે કહ્યું કે, તેઓ નરેન્દ્ર મોદીને યાદ અપાવવા માંગશે કે રાજીવ ગાંધીના કારણે જ આ દેશમાં દરેક વ્યક્તીઓ આંગળીઓ પર મોબાઇલનો ઉપયોગ કરી રહ્યાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IiScqX
via Latest Gujarati News
0 Comments