
મુંબઇ તા.4 એપ્રિલ 2019, ગુરુવાર
સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માની બર્થ ડે પાર્ટીની વિડિયો ક્લીપે સોશ્યલ મિડિયા પર દેકારો બોલાવી દીધો હતો. આ બર્થ ડે પાર્ટી વધુ મહત્ત્વની હતી કારણ કે તાજેતરમાં કપિલે લગ્ન કર્યા બાદ આ એની પહેલી બર્થ ડે હતી.
સૌથી વધુ રસપ્રદ વાત એ બની કે એક સમયે જેની સાથે કપિલને ગેરસમજ અને અબોલા થયા હતા એ સાથી કોમેડિયન સુનીલ ગ્રોવરે પણ સોશ્યલ મિડિયા પર કપિલને બર્થ ડેની શુભેચ્છા આપી હતી. ઓસ્ટ્રેલિયાથી પાછાં ફરતાં વિમાનમાં વધુ પડતું પીવાઇ જવાથી કપિલે સુનીલ સાથે ગેરવર્તન કર્યું હતું અને સુનીલને પોતાનો પગારદાર નોકર ગણાવ્યો હતો. ત્યારપછી બંને વચ્ચેના સંંબંધો તૂટી ગયા હતા અને સુનીલે કપિલનો શો પણ છોડી દીધો હતો.
આમ છતાં મંગળવારે કપિલના બર્થ ડે પર ભૂતકાળ ભૂલીને સુનીલે એને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે કપિલના જૂના-નવા સાથીદારો અને અન્ય સ્ટેન્ડ અપ કોમેડિયનો હાજર હતા. ખાસ કરીને ભારતી સિંઘે કરેલા ડાન્સમાં સૌને મોજ પડી ગઇ હતી. આ પ્રસંગે કપિલની પત્ની ગિન્ની અને કપિલની માતા બંને પણ હાજર હતાં. સૌએ આનંદભેર પાર્ટી માણી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K2zFlf
via Latest Gujarati News
0 Comments