
- જૈનોની વસહાતના જીર્ણોદ્ધાર માટે ૨૦ ફેબ્રુઆરી ૧૦૭૦માં ખેડૂતો અને વેપારીઓએ આવેલા દાનનો શીલાલેખમાં ઉલ્લેખ
મુંબઈ,તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર
સાંગલી જિલ્લામાં ખાનાપૂર તાલુકાના ભાળવણીમાંથી ૯૫૦ વર્ષ જૂનો જૈન શીલાલેખ મળી આવ્યો છે.
ચાલુક્ય વંશના રાજા સોમેશ્વર (બીજા) ઉર્ફે ભુવનૈકમલ્લના શાસન વખતે જૈનોની વસાહતના જીર્ણોદ્ધાર બાબતનો આ શીલાલેખ છે. મિરજ ઈતિહાસ સંશોધન મંડળના અભ્યાસુ પ્રા. ગૌતમ કાટકર અને માનસિંગરાવ કુમઠેકરે આ શીલાલેખ શોધી કાઢ્યો છે. આ શીલાલેખ જૂની કન્નડ લીપીમાં લખાયેલો છે.
ભાળવણી ખાતે જૈનો જ્યાં વરસાદ કરતા એ પરિસરના જીર્ણોદ્ધાર માટે તત્કાલીન વેપારીઓ, ખેડૂતો અને ગ્રામજનોએ દાન આપ્યું હતું. તેનો આ શીલાલેખમાં ઉલ્લેખ મળે છે.
ભાળવણી પ્રાચીન કાળથી જાણીતું ગામ છે. કલ્યાણીથી રાજ્યશાસન ચલાવતા ચાલુક્ય રાજાઓએ ભાળવણીએ ઉપરાજધાની બનાવી હતી. આ અગાઉ બે કાનડી ભાષામાં અને એક દેવનાગરી લીપીમાં લખાયેલા શીલાલેખ મળી આવ્યા હતા.
ભાલવણીમાં મળી આવેલા શીલાલેખમાં ૨૦મી ફેબુ્રઆરી ૧૦૭૦ના રોજ વેપારીઓ અને ખેડૂતો તરફથી આપવામાં આવેલા દાનનો ઉલ્લેખ છે. આમા રાજા સોમેશ્વરને ભુવનાશ્રય, શ્રી પૃથ્વીવલ્લભ, મહારાજધિરાજ, પરમેશ્વરમ, પરમભટ્ટારક, સત્યાશ્રય, કુળતિલક, ચાલુક્યભરણમ, ભુસનૈકમલ્લ વગેરે વિશેષણોથી નવાજવામાં આવ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UC6klC
via Latest Gujarati News
0 Comments