
નવી દિલ્હી તા.15 એપ્રિલ 2019 સોમવાર
પાટનગર નવી દિલ્હીના પાંચ ભૂતપૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોએ એક પત્ર મોવડીમંડળને લખીને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. આ લોકોએ પત્રમાં એવી અપીલ કરી હતી કે દિલ્હીમાં કમ સે કમ એક બેઠક તો મુસ્લિમ ઉમેદવારને ફાળવો. આ પાંચ ભૂતપૂર્વ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં ચાંદની ચોક અથવા પૂર્વોત્તર દિલ્હીની બેઠક મુસ્લિમ ઉમેદવારને ફાળવાની વિનંતી કરી હતી.
આ પત્ર લેખકોએ જણાવ્યું હતું કે અગાઉ પાંચ પાંચ મુસ્લિમ ઉમેદવારો આ બેઠકો પર જીત્યા હતા અને સરસ કામ કરી બતાવ્યું હતું એ હકીકત તો આપ પણ જાણો છો. જો કે કોંગ્રેસ કે ભાજપે હજુ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. 16 એપ્રિલ પછી ઉમેદવારી પત્રકો ભરવાના છે. એવા સમયે મુસ્લિમ નેતાઓએ આ પત્ર દ્વારા એવી શંકા વ્યક્ત કરી હતી કે ભાજપ સામે કટ્ટર લડાઇ સર્જવા કો્ંગ્રેસ નેતાગીરી આ વખતે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહીં આપે.
પત્ર લખનારા ભૂતપૂર્વ ધારાસભ્યોનાં નામ આ પ્રમાણે છે- હારુન યુસુફ, મતીન અહમદ,શોએબ ઇકબાલ, હસન અહમદ અને આસિફ મુહમ્મદ ખાન. આમા્ં પહેલા ત્રણ તો પાંચ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એમાં પણ હારુન યુસુફ તો દિલ્હી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે.
જોઇએ કોંગ્રેસી નેતાગીરી શું કરે છે. એક કરતાં વધુ વખત મુખ્ય પ્રધાનપદ ભોગવી ચૂકેલાં શીલા દીક્ષિતે પત્રનો ઉલ્લેખ સુદ્ધાં કર્યા વિના કહ્યું હતું કે હજુ અમે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી એટલે અત્યારે આ વિશે મારે કશું કહેવું નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PaVfTF
via Latest Gujarati News
0 Comments