
નવી દિલ્હી તા.15 એપ્રિલ 2019 સોમવાર
કેન્દ્રીય પ્રધાન સુષમા સ્વરાજે સમાજવાદી પક્ષના સિનિયર નેતા મુલાયમ સિંઘ યાદવને સંબોધીને કહ્યું હતું કે મુલાયમ ભાઇ, ભીષ્મપિતા ન બનો. તમારી સામેજ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઇ રહ્યું છે. આઝમ ખાન જે ભાષા બોલી રહ્યા છે એના પર વિચાર કરો.
આઝમ ખાને અભિનેત્રી કમ પોલિટિશ્યન જયા પ્રદા વિશે ખાખી અન્ડરવેર જેવી હલકી ટીકા કરતાં વાતાવરણ ગરમ થયું હતું અને આઝમ ખાનના આ શબ્દો સામે તેમનાજ પક્ષના નેતાઓ નારાજ થયા હતા એટલુંજ નહીં પણ આઝમ ખાન સામે પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ પણ નોંધાવાયો હતો. અન્ય ટીકાકારો સાથે સુષમા સ્વરાજ પણ જોડાયાં હતાં અને તેમણે જાહેરમાં કહ્યું હતું કે મુલાયમ ભાઇ હવે તમે મહાભારતના ભીષ્મ પિતા જેવું ન કરો. તમારા પક્ષના નેતાઓ દ્રૌપદી વસ્ત્રાહરણ જેવી પરિસ્થિતિ સર્જી રહ્યા છે.
ટ્વીટર પર સુષમાએ મુલાયમ સિંઘ યાદવ ઉપરાંત અખિલેશ યાદવ, અખિલેશનાં પત્ની ડિમ્પલ અને સિનિયર અભિનેત્રી જયા બચ્ચનનો પણ ઉલ્લેખ કર્યો છે. સુષમાએ એવો સવાલ પૂછ્યો છે કે શું તમે સૌ આઝમ ખાનના આ વિધાન સાથે સંમત છો ?
આઝમ ખાન બોલ્યા હતા કે જેની આંગળી પકડીને હું પોલિટિક્સમાં લાવ્યો એની અસલિયત તમે હવે ઓળખી ગયા હશો. હું તો 17 દિવસમાં ઓળખી ગયો હતો કે એની નીચેની અન્ડરવેર ખાખી છે.
આઝમ ખાન વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા પંચે પણ સખત વલણ અપનાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v5q7f5
via Latest Gujarati News
0 Comments