
નવી દિલ્હી તા.15 એપ્રિલ 2019 સોમવાર
સમાજવાદી પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન આઝમ ખાનને પડકારતાં અભિનેત્રી પોલિટિશ્યન જયા પ્રદાએ પૂછ્યું હતું કે તમારા ઘરમાં માતા અને પત્ની સાથે આ જ ભાષામાં વાત કરો છો ને...
જયા પ્રદા જે બેઠક પરથી ચૂંટણી લડી રહી છે એ રામપુર બેઠક પરથી આઝમ ખાન પણ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જયાપ્રદાનું નામ જાહેર થતાં આઝમ ખાને જયા પ્રદા વિશે અઘટિત વિધાન કર્યું હતું. એ વિધાનના પગલે ખળભળાટ મચી ગયો હતો અને આઝમ ખાનની આ ભાષા વિશે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરાઇ હતી. આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ ખુદ જયા પ્રદાએ જાહેરમાં આઝમ ખાનને પડકાર્યા હતા અને કહ્યું હતું કે તમારા ઘરમાં માતા અને પત્ની તો છે ને ? તેમની સાથે પણ આ જ ભાષામાં વાત કરતાં હશો.
જયા પ્રદાએ કહ્યું કે આવા ઉચ્ચારો દાખવે છે કે આઝમ ખાન કેવી વ્યક્તિ છે. એ કદી સુધરશે નહીં. મારે એેમના વિધાન વિશે કોઇ ટીપ્પણી કરવી નથી. મારે એમને ફક્ત એક જ સવાલ પૂછવો છે અને તે એ કે તમારા ઘરમાં માતા-બહેન અને પત્ની સાથે તમે આ જ ભાષામાં વાત કરતાં હશો. બરાબર ને ?
રાજકીય નિરીક્ષકો માને છે કે અભદ્ર ઉચ્ચારો કરીને આઝમ ખાન પોતાની વાણીમાં પોતેજ ફસાઇ ગયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IlEILY
via Latest Gujarati News
0 Comments