મુંબઇમાં પેસેન્જરો પાસેથી બેફામ પૈસા પડાવતા ટેક્સી અને રિક્ષાવાળા



મુંબઇ,તા.15 મે, 2020, શુક્રવાર

કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મૂકાયેલ લોકોને મદદરૃપ   થવાને બદલે અનેક  ટેક્સીવાળા અને ઓટોરિક્ષાવાળા પેેસેન્જરોની મજબૂરુનો લાભ લઇ બેફામ પૈસા પડાવે છે. એક તો મુંબઇની લાઇફ લાઇ ન ગણાતી લોક ટ્રેનો બંધ છે અને પ્રવાસ માટેની કોઇ વૈરલ્પિક  સુવિધા નથી. આ પરિસ્થિતિમા થોડાઘણા ટેક્સીવાળા અને ઓટોરિક્ષાવાળા પોતાના  વાહન બહાર કાઢે છે અને ઊઘાડી લૂંટ ચલાવે છે. એમાં પણ પરપ્રાંતીય શ્રમીકોની મજબૂરીનો લાભ લઇ તેમની પાસેથી પૈસા પડાવવામાં  પાછુ વળીને નથી જોતા.

ઉત્તર પ્રદેશના એક મજૂરે જણાવ્યું  હતું કે ખાલાપુરમાં કામ કરતો હતો એ કારખાનું બંધ થતા તે છેલ્લાં કેટલાય દિવસથી વતન પહોંચવા ફાંફા મારી રહ્યો છે. ફૂટપાથ ઉપર અને પુલ નીચે પડયા  રહેવું પડે છે. રહીસરી બચત પણ ખૂટી ગઇ છે. છતાં ચેમ્બુરની કુર્લા ટર્મિનસ પહોંચવા માટે રિક્ષાવાળાએ ૧૦૦ રૃપિયા પડાવ્યા હતા. બસ આ છેલ્લી નોટ બચી હતી એ તેને આપી દીધી હતી. વૈકલ્પિક પરિવહનની  સુવિધાના અભાવે ટેક્સીવાળા અને રિક્ષાવાળા અનેક ગણા વધુ પૈસા પડાવે છે એવી ફરિયોદા વધતી જ જાય છે. મોટાભાગના ટેક્સીવાળા અને રિક્ષાવાળા તો વાહનો બહાર કાઢતાં જો નથી. આથી જે રાહ્યાસહ્યા ટેક્સી - રિક્ષાવાળા છે. એની તો જાણે  મોનોપોલી થઇ ગઇ છે. મરજી પડે એટલું ભાડું વસૂલ કરે  છે.

 સામાન્ય રીતે માનખુર્દથી વાશી સુધીનું રિક્ષાભાડું ૧૦૦ રૃરિયા થાય છે. પણ આ જ અંતર માટે અત્યારે ઓટોવાળા ૪૦૦થી ૫૦૦ રૃપિયા ડિમાન્ડ કરે છે. બોરીવલીના એક રહેવાસીએ ફરિયાદ કરી હતી કે જીવન - જરૃરિયાતની ચીજો પરિદવા માટે  ઉપનગરની અંદજ જવા - આપવાના ૨૦૦ રૃપિયા  ચૂકવવા પડે છે. ટેક્સી - યુનિયનના નેતાઓએ બચાવ કરતા કહ્યું  હતું કે ફકત ટેક્સી - રિક્ષાચાલકોને દોષ દેવાનું યોગ્ય નથી. એ બધા પણ લોકડાઉન વચ્ચે પહેલાની જેમ ધંધો કરી શકતા ન હોવાતી તેઓ પણ વધુ પૈસા લેતા  હોય છે. રાજ્ય સરકારે મુંબઇ છોડીને વતન ચાલતા જતા રિક્ષા - ટેક્સીવાળાને રોકવા જોઇએ અત્યાર સુધીમાં ૫૦૦૦ રિક્ષાવાળા અને ૫૦૦ ટેક્સીવાળા મુુંબઇ છોડીને ચાલ્યા ગયા છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WBMI1q
via Latest Gujarati News

Post a Comment

0 Comments