ધારાવીમાં કોરોનાના નવા કેસ નોંધાવાની ગતિ થોડી મંદ પડી છે



મુંબઇ,તા.15 મે, 2020, શુક્રવાર

મુંબઇમાં કોરોના મહામારીના ઉપદ્રવમાં સૌથી  જોખમી વિસ્તાર સાબીત થયેલા ધારાવીમાં કોવિડ-૧૯ના પ્રસારને નાથવા ચોવીસે કલાક યુધ્ધના ધોરણે કામ કરતી મહાપાલિકાએ દાવો કર્યો છે કે અનેક  હાઇ - રિસ્ક  એરિયામાં નવા કેસ નોંધાવાની ગતિ મંદ પડી છે. ધારાવીમાં પૂરેપૂરી તાકાત લગાડીને રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયાસ ન થયા હોત તો કેવી વિકટ પરિસ્થિત સર્જાત તેની કલ્પના કરતા જ કંપારી છૂટી જાય છે.

મહાપાલિકા તરફથી અગાઉ આપવામાં આવેલા આંકડા મુજબ પાંચમી મે સુધી કોરોનાના કેસ છ દિવસે બમણા થતા હતા. જયારે ગઇકાલે જી -નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કરમિશ્નર કિરણ દીઘાવકરે દાવો કર્યો હતો કે ધારાવીના કેટલા અતિ - જોખમી ક્ષેત્રમાં કોરોનાના નવા દરદીઓ નોંધવાની ગતિ સતત મંદ પડી છે. મહાપાલિકાના મહાપ્રયાસનું આ પરિણામ છે.

આસિસ્ટન્ટ કમિશનરે ઉમેર્યું હતું કે ફકત કોરોનાના કેસની જ ગણતરી કરવાને બદલે આ વિસ્તારમાં કોરોનાના ફેલાવાને અંકુશમાં લેવા માટે ડોકટરો, આરોગ્ય કર્મીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને આગલી હરોફના તમામ લડવૈયાઓ ચોવીસે કલાક કેવા ઝઝુમી રહ્યાં છે. તેની પણ નોંધ લેવાની જરૃર છે. અત્યારે ધારાવીમાં ૧૦૬૧ કેસ નોંધાયા છે એ આંકડો ચોક્કસ ખૂબ જ મોટો લાગે છે. પરંતુ જરા કલ્પના કરો કે ધારાવીમાં  પાલિકાએ તત્કાળ કન્ટેનમેન્ટ પ્લાન અમલમાં મૂકી યુધ્ધના ધોરણે મહામારીનો મુકાબલો ન કર્યો હોત તો કેવી ભયાવહ  દશા થાત તેની કલ્પના જ ધુ્રજારી ઉપજાવે છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cEwt9d
via Latest Gujarati News

Post a Comment

0 Comments