
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 15 મે, 2020, શુક્રવાર
કોરોના સંકટ છતાં વિધિમંડળ અને રાજ્ય સરકારે વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારી શરૃ કરી દીધી છે. રાજ્યનું ચોમાસુ સત્ર ૨૨ જૂને યોજાશે. આ અધિવેશનની કાર્યવાહી નક્કી કરવા ૧૮ મી સોમવારે વકગ એડવાઇઝરી કમિટીની બેઠક મળી રહી છે.
આ બેઠક મા ચોમાસુ સત્ર ની કામગીરી અંગે ચર્ચા કરાશે. જો કે, કોરોનાના વધતા વ્યાપને જોતા સત્ર ને આગળ લબાવવામાં આવે એવી સંભાવના છે . છતાં વિધી મંડળ અને સરકારે નિયમો અનુસાર સત્ર ની તૈયારી કરવી પડશે અને બધી શક્યતાઓ ધ્યાનમાં લેવી પડશે. તેથી જ સોમવારે વિધાન ભવનમાં કાર્યકારી સલાહકાર સમિતિની બેઠક મળી રહી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવિણ દરેકર અને તમામ પક્ષોના જૂથ નેતાઓ ઉપસ્થિત રહેશે.
બીજી તરફ, વિધાનસભ્યો સત્રની તૈયારીમાં વિધાન સભ્યો પાસેથી ઓનલાઇન અમૂર્ત પ્રશ્નો માંગવાનું શરૃ કર્યું છે. વિધાન પરિષદ માટે પહેલા જ દિવસે છસો પચાસ પ્રશ્નો નોંધાયા છે. તે આગામી દિવસોમાં વધારો આવશ . અડધા કલાકની ચર્ચા ઉપરાંત વિધાનસભ્યો દ્વારા તારા કિંત પ્રશ્નો, લક્ષ વિધી સૂચનો વિધાનસભામાં મોકલવામાં આવશે. આ બધાને વિધાનસભા દ્વારા મંત્રાલયમાં સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે. પરંતુ હાલની લોકડાઉન પરિસ્થિતિ અને મંત્રાલયના કર્મચારીઓની૫% ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ બધા સમયસર કેવી રીતે કાર્ય થશે? આ અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે.
આ માટે વિધાન ભવનમાં સ્ટાફની હાજરીમાં વધારો કરાયો છે. હાલમાં લોકડાઉનમાં ૫ટકા રાજ્ય સરકારના કર્મચારીઓએ મુંબઇમાં હાજર રહેવું જરૃરી છે. વિધાન ભવન ના કેટલાક વધારાના કર્મચારીઓ અને અધિકારીઓને બોલાવ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDhs22
via Latest Gujarati News
0 Comments