આયાતી ખાદ્યતેલો ઉંચકાયા: ચીનની માગના આશાવાદે અમેરિકાના કૃષિ બજારો પણ ઉછળ્યા

મુંબઈ, તા. 5 એપ્રિલ, 2019, શુક્રવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. વધતી બજારે માગ વધી હતી સામે વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. કેન્દ્ર સરકારે આયાતકારો માટે  કસ્ટમ એક્સ.માં ડોલરના દર રૂ.૭૦ વાળા ઘટાડી રૂ.૬૯.૪૫ કર્યાના સમાચાર હતા.  આના પગલે ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ  ડયુટીમાં ઘટાડો થયો છે. જોકે આમ થવા છતાં બજારમાં ભાવ ઉંચા બોલાયા હતા.

દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ટનદીઠ રૂ.૧૨૮થી ૧૨૯ ઘટી છે. જ્યારે પામોલીનની રૂ.૧૫૪થી ૧૫૫ ઘટી છે. સોયાતેલની આવી અસરકારક આયાત જકાતમા ં ટનદીઠ રૂ.૧૫૦થી ૧૫૧નો ઘટાડો થયો છે. ડોલરના આ નવા કસ્ટમ એક્સ. દરો પાંચમી એપ્રિલથી અમલમાં આવ્યા છે. દરમિયાન મલેશિયામાં પામતેલનો વાયદો ઉ છળી છેલ્લે ૬૦, ૨૭, ૧૭ તથા ૯ પોઈન્ટ વિવિધ ડિલીવરીઓમાં પ્લસમાં બંધ હતો. જ્યારે ત્યાં  પામ પ્રોડકટના  ભાવ અઢીથી પાંચ ડોલર ઉંચકાયા હતા.  ચીન અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણા પોઝીટીવ દિશામાં  આગળ વધી રહ્યાના સમાચાર હતા અને તેના પગલે અમેરિકાના કૃષી બજારો વધી આવ્યાના સમાચાર હતા. 

દરમિયાન મુંબઈ હાજર બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૯૯૦ બોલાયા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૫૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના  રૂ.૧૫૨૦થી ૧૫૫૦ હતા. કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૧૭થી ૭૨૦ હતા.  મુંબઈ બજારમાં  કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૦ વાળા ૭૫૨ હતા.  મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૭૦૦ને આંબી ગયા હતા જ્યારે રિફાઈન્ડના ભાવ વધી રૂ.૭૪૩ હતા. પામતેલના ભાવ વધી હવાલા રિસેલના રૂ.૬૧૫ તથા જેએનપીટીના  ૬૧૦ હતા. હવાલા રિસેલના રૂ.૬૧૫ તથા જેએનપીટીના રૂ.૬૧૦ હતા. 

સોયાતેલ વાયદાના  ભાવ ૭૩૫.૨૦ રહ્યા પછી ઉછળી રૂ.૭૪૪.૫૦થી ૭૪૫  બોલાયા હતા. મુંબઈ હાજર બજારમાં  સનફલાવરના ભાવ  રૂ.૭૦૫ તથા રિફા.ના રૂ.૭૬૫ હતા જ્યારે  મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૫ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ બોલાયા હતા.   મુંબઈ દિવેલના ભાવ ઉછળી કોમર્શિયલના રૂ.૧૧૫૩, એફએસજીના  રૂ.૧૧૬૩  તથા એફએસજી કંડલાના  રૂ.૧૧૪૩ હતા જ્યારે  મુંબઈ હાજર એરંડાના ભાવ વધી રૂ.૫૬૧૫ બોલાયા હતા. 

ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે  પાંચ હજાર  ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૧૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૨૦થી ૮૫૦  તથા ઉંચામાં  ૯૪૦થી ૯૫૦ હતા. મધ્ય પ્રદેશ બાજુ સોયાબીનની આવકો આશરે  ૨૦ હજાર ગુણી આવી હતી ત્યાં  ભાવ રૂ.૩૭૦૦થી ૩૮૨૫ તથા પ્લાન્ટના રૂ.૩૮૪૦થી ૩૯૪૦ હતા.  આવકો આજે ત્યાં ઓછી હતી.

વિશ્વ બજારમાં  સનફલાવરના ભાવ કાચાતેલના  નીચા મથાળેથી વધી સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીઓના ૭૧૦થી ૭૦૭.૫૦ ડોલર હતા. એમ.પી.માં સોયાતેલના ભાવ રૂ.૭૦૫થી ૭૧૦ તથા રિફા.ના રૂ.૭૪૩થી ૭૪૬ હતા. એરંડા વાયદા બજારમાં આજે સાંજે ભાવ રૂ.૨૬થી ૩૨ ઉંચા રહ્યા હતા. જ્યારે સીપીઓ તથા સોયાતેલનો વાયદો સાંજે રૂ.૭.૫૦થી ૮.૦૦ ઉંચો બોલાઈ રહ્યો હતો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FVCFKJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments