લોકસભાની ચૂંટણી પહેલા વિદેશી રોકાણમાં ભારતના પ્રભુત્વમાં થયેલો સંગીન વધારો

મુંબઈ તા. 5 એપ્રિલ, 2019, શુક્રવાર

લોકસભા ઈલેક્શન પૂર્વે ભારતીય ઈક્વિટીમાં વિદેશી રોકાણકારો જંગી રોકાણ કર્યુ છે. માર્ચના અંત સુધીમાં વિદેશી રોકાણકારોએ એશિયન શેરમાં ૪.૯૬ અબજ ડોલરના મુલ્યનું રોકાણ કર્યુ છે. 

એશિયન શેરબજારમાં ગત મહિના સાઉથ કોરિયા, તાઈવાન, ભારત, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા અને વિયેતનામ લાઈમ લાઈટમાં રહ્યા હતાં. નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા પછી ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ ૪.૮૯ અબજ ડોલરનું રોકાણ કર્યુ છે. ગત મહિને સેન્સેક્સ અને નિફ્ટીમાં ૭.૭ ટકાની વૃદ્ધિ થઈ હતી જે ઉભરતા બજારમાં સૌથી વધારે તેજી માનવામાં આવે છે. અત્યારે મોટાભાગના ઓપિનિયન પોલ સત્તાપક્ષના સ્પોર્ટમાં છે. 

સાઉથ કોરિયન માર્કેટમાં ગત મહિને ર૬ર૦ લાખ ઈનફ્લો જોવા મળ્યો છે જ્યારે ઈન્ડોનેશિયન, થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપાઈન્સના શેરબજારમાં ૧૦ કરોડ ડોલર અથવા તેથી ઓછુ રોકાણ થયુ છે.

જો કે, વિદેશી રોકાણકારોએ થાઈલેન્ડની ઈક્વિટીમાંથી પ૧ર૦ લાખ ડોલરની વેચાવલી કરી છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિદેશી રોકાણકારોએ કુલ ૧પ.૮૭ અબજ ડોલરના મુલ્ય શેર ખરિદ્યા છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UheLmY
via Latest Gujarati News

Post a Comment

0 Comments