કોલકાતા, તા.3 એપ્રિલ 2019,બુધવાર
પશ્ચિમ બંગાળમાં રેલી દરમિયાન મોદીએ મમતા બેનરજી પર અનેક આરોપો લગાવ્યા હતા, જેને ટાંકીને મમતા બેનરજીએ આક્રામક રીતે વળતો પ્રહાર કર્યો હતો અને નરેન્દ્ર મોદીને એક્સ્પાયરી બાબુ ગણાવ્યા હતા.
મોદીએ મમતાને સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા જેને પગલે મમતા ભડક્યા હતા અને મોદીને એક્સ્પાયરી બાબુ ગણાવ્યા હતા. સાથે દાવો કર્યો હતો કે મોદીનો સમય હવે પુરો થઇ ગયો છે. સાથે મમતાએ મોદીને એક્સ્પાયરી પીએમ ગણાવ્યા હતા અને જાહેરમાં મંચ પર કે ટીવી પર તેમની સાથે ચર્ચા કરવાનો પડકાર ફેક્યો હતો.
મમતાએ જણાવ્યું હતું કે હું મોદી નથી, હું જુઠ નથી બોલતી. પશ્ચિમ બંગાળમાં મારી સરકારે અનેક કામો કર્યા છે, મોદી લોકોને ગેરમાર્ગે દોરવા માટે જુઠાણા ફેલાવે રાખે છે. મોદી સરકારના શાસનમાં દેશમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, આ સરકારે ખેડૂતોના હીત માટે કોઇ જ મહત્વપૂર્ણ કામગીરી નથી કરી. તૃણમુલ સરકારે રાજ્યના વિકાસ માટે દરેક મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે ખેડૂતો પ્રત્યે પણ નિરાશા દેખાડી છે.
મમતા બેનરજી હાલ કોંગ્રેસ અને ભાજપ બન્ને પર પ્રહારો કરી રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખી છે અને કોઇ સાથે ગઠબંધન નથી કર્યું. આ સ્થિતિ વચ્ચે ભાજપે પ્રચારનો આરંભ કરી દીધો છે. મોદીએ મમતા પર આરોપો લગાવ્યા હતા કે તેઓ કેન્દ્ર દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમાં સ્પીડ બ્રેકર તરીકે કામ કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WIApNK
via Latest Gujarati News
0 Comments