એક્ઝિટ પોલ પૂર્વે શેરોમાં સપ્તાહના અંતે લોકલ ફંડોની સાવચેતીમાં શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 537 પોઈન્ટની છલાંગે 37930

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)        મુંબઈ, તા. 18 મે, 2019, શુક્રવાર
વૈશ્વિક મોરચે એક તરફ ઈરાન મામલે ફરી ગલ્ફ વોરનો ભય અને એના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડ ૭૩ ડોલરની સપાટી પાર કરવી તેમ જ રૂપિયા સામે અમેરિકી ડોલર ફરી મજબૂત બનીને આજે ૧૯ પૈસા વધીને રૂ.૭૦.૨૨ થઈ જવા છતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટ પડી ભાંગ્યા બાદ બન્ને દેશોની એકબીજાની આયાતો પર આકરાં ટેરિફના પગલાં છતાં ભારતમાં  લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન રવિવારે ૧૯,મે ૨૦૧૯ના થનાર હોઈ એ દિવસે મતદાન બાદ સાંજે થનારા એક્ઝિટ પોલ પર સૌ કોઈની નજર વચ્ચે ભારતીય શેર બજારોમાં આજે સપ્તાહના અંતે ઓવર સોલ્ડ પોઝિશન ફંડોએ કવર કરતાં તેજી આગળ વધી હતી. વૈશ્વિક બજારોમાં એશીયાના બજારોમાં મિશ્ર ટ્રેન્ડ અને યુરોપના બજારોમાં નરમાઈ સામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે બ્રેન્ટ ૭૩ ડોલરની સપાટી કુદાવી ગયા બાદ આજે સાંજે ૨૭ સેન્ટ વધીને ૭૨.૮૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૧ સેન્ટ વધીને ૬૩.૩૮ ડોલર રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૯ પૈસા વધીને રૂ.૭૦.૨૨ રહ્યો હતો. ઓવરસોલ્ડ બેંકિંગ, ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું શોર્ટ કવરિંગ થવા સાથે એફએમસીજી શેરોમાં ફંડોએ ઘટાડે મોટી લેવાલી કરતાં અને અન્ય ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૫૩૭.૨૯ પોઈન્ટની છલાંગે ૩૭૯૩૦.૭૭ અને નિફટી સ્પોટ ૧૫૦.૦૫ પોઈન્ટ ઉછળીને ૧૧૪૦૭.૧૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ફરી ૩૮૦૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૩૮૦૦૧ સુધી જઈ અંતે ૫૩૭ પોઈન્ટ વધીને ૩૭૯૩૦
ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૭૩૯૩.૪૮ સામે ૩૭૪૯૪.૪૨ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં શોર્ટ કવરિંગમાં બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં શોર્ટ કવરિંગ થતાં અને એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી  સહિતમાં કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ભારતી એરટેલ સહિતમાં આકર્ષણે એક સમયે ૩૮૦૦૦ની સપાટી કુદાવીને ઉપરમાં ૩૮૦૦૧.૧૩ સુધી પહોંચી અંતે ૫૩૭.૨૯ પોઈન્ટ વધીને ૩૭૯૩૦.૭૭ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૧૪૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૪૨૬ સુધી જઈ અંતે ૧૫૦ પોઈન્ટ વધીને ૧૧૪૦૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૨૫૭.૧૦  સામે ૧૧૨૬૧.૯૦ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં શોર્ટ કવરિંગ સાથે ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી સુઝુકી, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સાથે બ્રિટાનીયા સહિતમાં લેવાલી થતાં અને ઝી, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, ગેઈલ ઈન્ડિયા સહિતમાં લેવાલીએ એક તબક્કે ૧૧૪૦૦ની સપાટી કુદાવીની ઉપરમાં ૧૧૪૨૬.૧૫ સુધી જઈ અંતે ૧૫૦.૦૫ પોઈન્ટ વધીને ૧૧૪૦૭.૧૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૫૦૦નો કોલ ૧૪૦.૬૫ થી ઉછળીને ૨૦૩.૮૦ : નિફટી ૧૧,૨૦૦નો પુટ ૨૧૧.૪૦ થી તૂટીને ૧૬૧
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોની આક્રમક તેજીમાં ખેલંદાઓના વેચાણો કપાયા હતા. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૭૨,૩૪૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૩૩૦.૫૫ કરોડના કામકાજે ૧૪૦.૬૫ સામે ૧૩૯.૨૫ મથાળે ખુલીને નીચાાં ૧૩૧.૧૫ થઈ વધીને ૨૦૬ સુધી પહોંચી અંતે ૨૦૩.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૩૦૦નો કોલ ૬૨,૩૪૯ કોન્ટ્રેકટસમાં રૂ.૫૪૦૯.૦૫ કરોડના કામકાજે ૨૩૩.૬૦ સામે ૨૨૩ મથાળે ખુલીને નીચામાં ૨૧૪.૦૫ થઈ વધીને ૩૨૪.૯૫ સુધી જઈ અંતે ૩૧૩.૩૫ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો કોલ ૫૭,૯૫૧ કોન્ટ્રેકટસમાં રૂ.૫૨૨૯.૬૨ કરોડના કામકાજે ૨૬.૪૫ સામે ૨૮.૪૦ મથાળે ખુલીને નીચામાં ૨૪.૨૫ થઈ વધીને ૪૧ સુધી પહોંચી અંતે ૪૧ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો પુટ ૫૫,૪૯૮ કોન્ટ્રેકટસમાં રૂ.૪૭૪૧.૭૫ કરોડના કામકાજે ૨૧૧.૪૦ સામે ૨૦૦.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૧૯.૪૫ થઈ ઘટીને ૧૫૫ સુધી આવી અંતે ૧૬૧ રહ્યો હતો.
નિફટી મે ફયુચર ૧૧,૨૮૫ થી વધીને ૧૧,૪૪૦ : બેંક નિફટી ફયુચર ૨૮,૯૫૯ થી વધીને ૨૯,૫૬૫
નિફટી મે ફયુચર ૧,૬૧,૦૯૦ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૭૨૭.૧૨ કરોડના કામકાજે ૧૧,૨૮૫.૨૫ સામે ૧૧,૨૮૪.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૨૬૭.૦૫ થઈ વધીને ૧૧,૪૪૭.૭૦ સુધી જઈ અંતે ૧૧,૪૪૦.૮૦ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૬૬,૫૯૬ કોન્ટ્રેકટસમાં રૂ.૯૭૪૦.૯૨ કરોડના કામકાજે ૨૮,૯૫૯.૭૫ સામે ૨૮,૯૩૪.૯૫ મથાળે ખુલીને નીચામાં ૨૮,૮૮૦.૧૦ થઈ વધીને ૨૯,૫૯૦ સુધી પહોંચી અંતે ૨૯,૫૬૫ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૧૮૬.૭૫ સામે ૧૯૩.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૪૫ સુધી પટકાઈ અંતે ૧૪૯.૪૦ રહ્યો હતો. નિફટી ૧૩,૦૦૦નો કોલ ૩ સામે ૩ મથાળે ખુલીને ઉપરમાં ૫ અને નીચામાં ૧.૫૦ થઈ અંતે ૨.૨૫ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો પુટ ૭૯.૩૦ સામે ૭૭.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૨ થઈ ઘટીને ૬૩.૭૫ સુધી આવી અંતે ૬૭.૨૦ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી : બજાજ ફિનસર્વ  પરિણામ પાછળ વધ્યો : બજાજ ફાઈ., ડીએચએફએલ, કોટક બેંક, એચડીએફસી વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે શોર્ટ કવરિંગ સાથે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. બજાજ ફાઈનાન્સરૂ.૧૮૯.૪૦ વધીને રૂ.૩૩૦૧.૨૦, બજાજ ફિનસર્વનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૧.૬૬ ટકા વધીને રૂ.૮૩૮.૭૪ કરોડ અને કુલ આવક ૪૩.૫ ટકા વધીને રૂ.૧૨૯૯૫.૪૭ કરોડ થતાં શેર રૂ.૩૬૬.૪૦ વધીને રૂ.૭૯૯૩, આઈબી વેન્ચર્સ રૂ.૪૭.૧૦ વધીને રૂ.૨૯૮.૪૦, ડીએચએફએલ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૧૨.૬૦,  ચૌલા ફિન રૂ.૫૨.૯૫ વધીને રૂ.૧૩૫૦.૫૦,  આરબીએલ બેંક રૂ.૨૨.૧૦ વધીને રૂ.૬૫૫.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૬.૮૫ વધીને રૂ.૧૪૬૦.૭૦, બજાજ હોલ્ડિંગ રૂ.૧૦૧.૦૫ વધીને રૂ.૩૨૭૪.૪૫, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૭.૧૦ વધીને રૂ.૨૪૬.૬૦, એચડીએફસી લિમિટેડ રૂ.૫૪.૧૦ વધીને રૂ.૧૯૯૩.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૬.૮૫ વધીને રૂ.૧૪૬૦.૭૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૪૫ વધીને રૂ.૧૧૨.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૫૦ વધીને રૂ.૩૯૦.૩૦, એક્સીસ બેંક રૂ.૧૫.૯૦ વધીને રૂ.૭૪૮.૧૫, એચડીએફસી બેંક રૂ.૪૭.૮૫ વધીને રૂ.૨૩૬૧.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૭૫ વધીને રૂ.૩૧૮.૯૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૪.૬૫ વધીને રૂ.૧૩૭૩.૮૫, ઈન્ડિયન બેંક રૂ.૪.૨૫ વધીને રૂ.૨૩૫.૯૦, કેનેરા બેંક રૂ.૨.૯૫ વધીને રૂ.૨૪૫.૭૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૪૩.૫૯ પોઈન્ટની છલાંગે ૩૨૮૭૮.૯૨ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલ વધ્યું : ઓટો ઉદ્યોગમાં મંદ માંગનું  સંકટ છતાં શેરોમાં શોર્ટ કવરિંગની તેજી : હીરો મોટોકોર્પ, મારૂતી,  આઈશર મોટર્સ, વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે ફરી બ્રેન્ટ ૭૩ ડોલરની સપાટી પાર કરી જવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર સતત મજબૂત થવા સાથે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં સતત મંદ માંગનું સંકટ રહ્યા છતાં ઓવરસોલ્ડ ઓટો શેરોમાં શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. હીરો મોટોકોર્પ રૂ.૧૦૭.૨૦ વધીને રૂ.૨૬૨૩.૫૦, મારૂતી સુઝુકી રૂ.૨૨૮.૭૫ વધીને રૂ.૬૭૦૭.૨૦, આઈશર મોટર્સ રૂ.૬૭૨.૩૫ વધીને રૂ.૨૦,૯૫૯.૭૦,  બજાજ ઓટો રૂ.૯૭.૧૫ વધીને રૂ.૩૦૪૧.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૪.૪૫ વધીને રૂ.૬૨૧.૨૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૪.૪૫ વધીને રૂ.૭૧૧.૭૦, અશોક લેલેન્ડ રૂ.૧.૫૦ વધીને રૂ.૮૪.૩૦, ભારત ફોર્જ રૂ.૬.૯૦ વધીને રૂ.૪૫૪.૮૦, બોશ રૂ.૨૫૨.૯૦ વધીને રૂ.૧૭,૨૩૭.૮૫, ટીવીએસ મોટર રૂ.૫.૬૫ વધીને રૂ.૪૬૯.૮૫, એમઆરએફ રૂ.૬૨૧.૧૦ વધીને રૂ.૫૪,૩૯૩.૬૫, ટાટા મોટર્સ રૂ.૧.૨૦ વધીને રૂ.૧૭૬.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૩૬.૬૧ પોઈન્ટની છલાંગે ૧૮૨૨૯.૧૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડોની ફરી વ્યાપક તેજી : વેન્કીઝ, ટાટા ગ્લોબલ, મેકલિઓડ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોની ફરી વ્યાપક લેવાલીએ તેજી રહી હતી. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૪૯.૬૦ વધીને રૂ.૧૭૩૫.૭૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૫૧૬.૦૫, વેન્કીઝ રૂ.૧૨૯.૭૦ વધીને રૂ.૧૬૩૪.૬૦, દાલમિયા સુગર રૂ.૭.૨૫  વધીને રૂ.૧૧૨.૫૫, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૧૪.૭૦ વધીને રૂ.૨૩૫.૩૦, મેકલિઓડ રસેલ રૂ.૧.૫૫ વધીને રૂ.૩૨.૫૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૩.૫૫ વધીને રૂ.૭૪.૮૦, ગ્લેક્સો કન્ઝયુમર રૂ.૨૩૫.૨૫ વધીને રૂ.૭૩૧૨.૬૦, એટીએફએલ રૂ.૧૬.૧૦ વધીને રૂ.૫૪૨.૨૦, બ્રિટાનીયા રૂ.૬૨.૬૦ વધીને રૂ.૨૭૭૭.૯૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૬૮.૫૫ વધીને રૂ.૧૦,૪૫૨.૬૦, પરાગ મિલ્ક રૂ.૨.૮૦ વધીને રૂ.૨૪૩.૭૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૬૧.૯૧ પોઈન્ટની છલાંગે ૧૧૬૦૧.૦૨ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની પસંદગીની તેજી : ૧૩૭૪ શેરો પોઝિટીવ બંધ ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ફરી પસંદગીની લેવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૬૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૭૪ અને ઘટનારની સંખ્યા ૧૧૪૧ રહી હતી. ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ, ૧૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૧૦૫૮ કરોડની વેચવાલી,  ફયુચર્સમાં રૂ.૯૦૩ કરોડની ખરીદી : DIIની કેશમાં રૂ.૧૮૧૦ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-શુક્રવારે કેશમાં રૂ.૧૦૫૭.૮૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૨૯૬.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૩૫૪.૫૫ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૯૦૨.૮૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૩૧૧.૨૨ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૫૯૧.૬૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૧૮૦૯.૭૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૬૯૯.૫૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૮૮૯.૮૩ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૬ લાખ કરોડ વધીને રૂ.૧૪૬.૫૮ લાખ કરોડ થયું
શેરોમાં આજે આક્રમક તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ રૂ.૧.૩૬ લાખ કરોડ વધીને રૂ.૧૪૬.૫૮ લાખ કરોડ પહોંચ્યું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LRuyVY
via Latest Gujarati News

Post a Comment

0 Comments