કૈલાશ માનસરોવરને યુનેસ્કો સાંસ્કૃતિક ધરોહર જાહેર કરશે


યુનેસ્કોએ કૈલાશ માનસરોવર ભૂભાગના સંરક્ષણનો પ્રસ્તાવ માન્ય રાખ્યો 

નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર

ભારતીયો માટે પવિત્ર યાત્રાધામ એવું કૈલાશ માનસરોવર યુનેસ્કોની સાંસ્કૃતિક ધરોહર જાહેર થશે. ભારત-ચીન-નેપાળની સંયુક્ત પ્રપોઝલ વર્લ્ડ હેરિટેજ કમિટિએ સ્વીકારી છે અને કૈલાશ માનસરોવરને વૈશ્વિક ધરોહર જાહેર કરવાની પ્રાથમિક તૈયારી બતાવી છે.

કૈલાશ પર્વત ભારત-ચીન-નેપાળ એમ ત્રણ દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં તેનો ૭૧૨૦ વર્ગ કિલોમીટરનો વિસ્તાર છે, ચીનમાં ૧૦,૮૪૩ વર્ગ કિલોમીટરનો હિસ્સો છે અને નેપાળમાં સૌથી વધુ ૧૩,૮૨૯ વર્ગ કિલોમીટરનો વિસ્તાર આવેલો છે. કુલ ૩૧૨૫૨ વર્ગ કિલોમીટરનો વિસ્તાર વર્લ્ડ હેરિટેજ જાહેર થશે.

કૈલાશને કુદરતી ઉપરાંત સાંસ્કૃતિક શ્રેણીમાં પણ વૈશ્વિક ધરોહર જાહેર કરવામાં આવશે. કૈલાશ પર્વત હિન્દુ-બૌદ્ધ-જૈન અને બોન એમ ચાર-ચાર ધર્મમાં ધાર્મિક મહત્વ ધરાવે છે. ભગવાન શિવનો નિવાસસ્થાન એવો કૈલાશ પર્વત ભારતીયો માટે યાત્રાધામ છે. કૈલાશ માનસરોવરની યાત્રાનું આધાત્મિક-સાંસ્કૃતિક મહત્વ છે.

કૈલાશ પર્વતના સમગ્ર વિસ્તારને વૈશ્વિક ધરોહર જાહર કરવાની માગણી ભારત-ચીન-નેપાળે કરી હતી. એ રજૂઆતને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેરિટેજ કમિટિએ કુદરતી ઉપરાંત સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપવાનો પ્રાથમિક પ્રસ્તાવ માન્ય રાખ્યો છે. કૈલાશ પર્વત અને કૈલાશ માનસરોવર વૈશ્વિક ધરોહર બનશે તે સાથે જ તેની સંરક્ષણની દિશામાં મહત્વની કામગીરી થઈ શકશે.

 વર્લ્ડ હેરિટેજ સમિતિએ કૈલાશને છેલ્લી યાદીમાં સામેલ કરી છે અને જુલાઈ-૨૦૧૯માં યોજાનારી વર્લ્ડ હેરિટેજ કમિટિની બેઠકમાં તે અંગે નિર્ણય લેવાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WeH6La
via Latest Gujarati News

Post a Comment

0 Comments