
- આધુનિક પ્રક્રિયાથી કેરીને સુક્ષ્મ જીવાણુથી મુક્ત કરી વિદેશ મોકલવામાં આવે છે
મુંબઇ, તા. 12 મે 2019, રવિવાર
અમેરિકનોને ભારતીય આફૂસ (અલ્ફાન્ઝો) કેરીનો સ્વાદ દાઢે વળગ્યો છે. એટલે અત્યાર સુધીમાં ૧૧૦ મેટ્રીક ટન કેરીની અમેરિકા નિકાસ કરવામાં આવી છે. કોંકણની આફૂસ ઉપરાંત મીઠી અને રસીલી કેસર અને પાયરી કેરી પણ અમેરિકા મોકલવામાં આવી રહી છે.
ભારતથી કેરીની અમેરિકા નિકાસ થાય એ પહેલાં તેને વિકિરણીકરણ પધ્ધતિથી જંતુમુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી પસાર થઈ હોય એ જ કેરીની ખેપ અમેરિકા સ્વીકારે છે. કેરીને જંતુમુક્ત કરવાની આ પ્રક્રિયા લાસલગાંવ સ્થિત કૃષક કેન્દ્રમાં કરવામાં આવી રહી છે. આ કેન્દ્રની સ્થાપના ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી.
નવી મુંબઈ સ્થિત એ.પી.એમ.સી. ફ્રુટ માર્કેટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ૧ હજાર ટન કેરીની અમેરિકા નિકાસ કરવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. જુલાઈ સુધીમાં આ લક્ષ પૂરું કરવામાં આવશે.
આ વર્ષે મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિત નવ રાજ્યો તરફથી કેરીની નિકાસ થઈ રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WGoIaP
via Latest Gujarati News
0 Comments