
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૮૦ ટકા મતદાન, અહીં ભાજપના મહિલા ઉમેદવાર પર મહિલાઓનો હુમલો, સામાન્ય ઇજા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સોનિયા ગાંધી, રાહુલ, પ્રિયંકા, વાડ્રા, ગૌતમ ગંભીર સહિતનાએ મતદાન કર્યું
બિહારમાં એક હોમગાર્ડે ચૂંટણી અધિકારીને ગોળી મારી દેતા સ્થળ પર જ મોત નિપજ્યું
બિહારમાં 59.4, હરિયાણામાં 64, ઝારખંડમાં 65.2 અને દિલ્હીમાં 60 ટકા મતદાન
નવી દિલ્હી, તા.12 મે, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીના સાત પૈકી છઠ્ઠા તબક્કાનું મતદાન હિંસાની નાની મોટી ઘટનાઓ વચ્ચે પૂર્ણ થઇ ગયું હતું, આ તબક્કામાં દિલ્હી સહીત સાત રાજ્યો આશરે ૫૯ બેઠકો પર મતદાન યોજાયું.
સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૧૪, હરિયાણામાં ૧૦, બિહાર, મધ્ય પ્રદેશ તેમ જ પશ્ચિમ બંગાળમાં આઠ આઠ બેઠકો પર ચૂંટણી યોજાઇ ગઇ જ્યારે સૌથી ચર્ચામાં રહેલા દિલ્હીની પણ બધી જ સાત અને ઝારખંડની ચાર બેઠકો પર પણ મતદાન પૂર્ણ થઇ ગયુ છે.
આ તબક્કામાં કુલ ૯૭૯ ઉમેદવારો મેદાનમાં હતા, ચૂંટણી પંચે ૧.૧૩ લાખ મતદાન મથક તૈયાર કર્યા હતા. આ તબક્કામાં સાત રાજ્યોમાં સરેરાશ ૬૩.૪૮ ટકા મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા, રાહુલ ગાંધી, જ્યારે હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી.
આ તબક્કામાં સપાના વડા અખીલેશ યાદવ, ભાજપના નેતા હર્ષવર્ધન, મેનકા ગાંધી, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ, સાધ્વી પ્રજ્ઞાા ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય પ્રધાન રાધા મોહનસિંહનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયુ છે,
દરમિયાન કેટલાક રાજ્યોમાં હિંસાની નાની મોટી ઘટનાઓ પણ સામે આવી છે. સાથે ઇવીએમમાં ખરાબીની પણ અનેક ફરિયાદો સામે આવતા હજારો મતદારો પરેશાન પણ થયા હતા, ઇવીએમમાં ખરીબીની સૌથી વધુ માઠી અસર દિલ્હીમાં જોવા મળી હતી.
જ્યારે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં આ વખતે પણ હિંસાની ઘટના સામે આવી હતી, ઉ. પ્રદેશમાં ભાજપના ધારાસભ્યએ ચૂંટણી અધિકારીને માર માર્યાની ઘટના સામે આવી છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ પર પણ સ્થાનિકો દ્વારા હુમલો થયો હોવાના અહેવાલો છે.
ભારતી ઘોષ અહીંના કેશપુરમાં મતદાન મથકમાં ભાજપના એજન્ટને લઇ જતા હતા ત્યારે તેમના પર મહિલા મતદારોએ હુમલો કરી દીધો હતો. એટલુ જ નહીં તેમના કોન્વોય પર પણ પથ્થરમારો થયો હતો.
એક બોમ્બ પણ ફેકવામાં આવ્યો હોવાના અહેવાલો છે, જેમાં તેમને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે ઉત્તર પ્રદેશના બિદોહીમાં ભાજપના ધારાસભ્ય દિનાનાથ ભાસ્કર અને અન્ય ચારે પ્રેસિડિંગ અધિકારીને માર માર્યો હતો. બાદમાં ચૂટણી અધિકારીઓએ તેની નોંધ લઇને સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.
જ્યારે બિહારમાં શેહોર લોકસભા બેઠકમાં મતદાન શરૃ થાય તે પહેલા હોમગાર્ડે ગોળી ચલાવતા એક ચૂંટણી અધિકારીનું મોત નિપજ્યું હતું, ક્યા કારણોસર આ ગોળી ચલાવી તેની તપાસ જારી છે. બિહારમાં ૫૯.૪, હરિયાણામાં ૬૪, ઝારખંડમાં ૬૫.૨, મધ્ય પ્રદેશમાં ૬૦.૭, ઉત્તર પ્રદેશમાં ૫૪, દિલ્હીમાં ૬૦ અને સૌથી વધુ ૮૦.૨ ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં થયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VDoBR6
via Latest Gujarati News
0 Comments