મુંબઈ: પોલીસની સખતાઈ પછી મુલુન્ડના ત્રણેય પ્રવેશદ્વાર પર વાહનોની સંખ્યામાં ધરખમ ઘટાડો

મુંબઈ, તા. 25 માર્ચ 2020 ગુરૂવાર

રવિવારના જનતા કર્ફ્યુ બાદ બીજે દિવસે મોટી સંખ્યામાં લોકો ખાનગી વાહનો લઈ ઘર બહાર નીકળી ગયા હતાં. જોકે પરિસ્થિતિની ગંભીરતા પારખી પ્રશાસને સખ્તાઈ દર્શાવી વગર કારણે આંટા ફેરા કરતાં લોકો પર દંડાઓ વરસાવતાં હવે લોકો ઘરે જ રહેવાનું પસંદ કરે છે અને તેથી આજે મુંબઈના પ્રવેશદ્વાર સમા મુલુન્ડના ત્રણેય પ્રવેશદ્વાર પર વાહનોની સંખ્યામાં ધરખમ ઘટાડો થતાં ફક્ત અત્યાવશ્યક સેવાના કર્મચારીઓના વાહનો જ મુલુન્ડના ત્રણેય ચેકનાકા પર નજરે ચડે છે.

મુલુન્ડમાં મુંબઈમાં પ્રવેશવાના ત્રણ પ્રવેશદ્વાર છે, જેમાં મુલુન્ડ વેસ્ટનો એલ.બી.એસ.રોડ, મુલુન્ડ ઈસ્ટ આનંદનગર અને મુલુન્ડ ઐરોલી ચેકનાકાનો સમાવેશ છે. આ ત્રણેય માર્ગો દ્વારા દરરોજ લાખો વાહનોની મુંબઈમાં અવરજવર થાય છે. વડાપ્રધાન મોદીએ ૨૧ દિવસનું લોકડાઉન કરતાં હવે તમામ ચેકનાકાઓ પર વાહનોની અવરજવર સાવ ઓછી જોવા મળે છે.

મુલુન્ડના રસ્તે ફક્ત અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને જ તેમના આઈકાર્ડ જોયા તપાસ્યા બાદ આગળ વધવાની પરવાનગી અપાય છે. તેમાંય નકામા બહાર નીકળેલાં લોકોને દંડાવાળી કરવામાં આવતાં લોકો બહાર નીકળતાં ઘટયા છે.

મુલુન્ડ પોલીસ દ્વારા પરાંમાં ઠેરઠેર જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈઃ 'મુલુન્ડ કોરોના ફાઈટર્સદ ટીમની રચના

દેશ લોકડાઉન કરાયો હોવા છતાં લોકો ઘરની બહાર નીકળવાનું હજી ભૂલતાં નથી. આથી આ પરિસ્થિતીની ગંભીરતા લોકોને સમજાવવા માટે મુલુન્ડ પોલીસ દ્વારા એસપીઆઈ રવિ સરદેસાઈજીના નેતૃત્વમાં 'મુલુન્ડ કોરોના ફાઈટરદ ટીમની રચના કરાઈ છે. 

જે ટીમના વોલેન્ટિયર તેમજ પ્રત્યેક વાલેન્ટિયર સાથે એક પોલીસકર્મી તથા એક ચાલક એમ ત્રણ-ત્રણ જણની ટીમ એક-એક ગાડીમાં જઈ મુલુન્ડ પોલીસચોકી અંતર્ગત આવતી પાંચ બીટ અંતર્ગતના તમામ માર્ગો તેમજ ગલીઓમાં કોરોના વાયરસ બાબતે સાવધાની અને ગંભીરતા તરફ લોકોમાં જનજાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં કોઈ નાગરિક કાયદાનું ઉલ્લંઘન કરતી દેખાય તો પોલીસ તેમને દંડાવાળી કરે છે તો ક્યાંક તેમને ઉઠબેસ પણ કરાવે છે. તે સાથે જ જેમની પાસે માસ્ક ન હોય તેમને માસ્ક પણ વોલેન્ટિયર્સ દ્વારા આપવામાં આવે છે.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39hf6IX
via Latest Gujarati News

Post a Comment

0 Comments