
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 જૂન 2020, બુધવાર
દેશભરમાં કોરોન ાવાયરસનું સંકટ ઓછુ થવાના અણસાર નથી. બોલીવૂડ ઇન્ડસ્ટ્રીને આના કારણે થયેલા લોકડાઉનથી રૂપિયા ૧૦૦૦ કરોડથી પણ વધુ નુકસાન થઇ ચુક્યું છે. ફિલ્મોની રિલીઝ અને શૂટિંગ અટકી ગયા છે. તૈયાર થયેલી ફિલ્મોની પ્રોડકશન કોસ્ટ વધી રહી છે તેથી નિર્માતાઓ થતા નુકસાનને ભરપાઇ કરવા માટે પોતાની ફિલ્મોને ઓનલાઇન રિલીઝ કરવાના નિર્ણયો લઇ રહ્યા છે.
હાલમાં મળેલા રિપોર્ટના અનુસાર હવે અજય દેવગણની ફિલ્મ ભુજ ઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પણ આમાં સામેલ થતી જણાય છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મનું થોડા દિવસનું શૂટિંગ હજી બાકી છે, પરંતુ નિર્માતા લોકડાઉન પછીની જે પરિસ્થિતિ થવાની તેનાથી પણ અજાણ નથી.
લોકડાઉન ખુલતા પછી પણ લોકો થિયેટરોમાં ફિલમો જોતા અચકાવાના છે. તેથી આ બધી વાતોને ધ્યાનમાં રાખીને નિર્માતા ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પર પોતાની ફિલ્મને રિલીઝ કરવા માટે વાતચીત કરી રહ્યો છે. ફિલ્મની રિલીઝમાં મોડું થવાથી તેને પ્રોડકશન કોસ્ટ વધતી જતી હોય છે. તેથી ફિલ્મ નિર્માતાએ પોતાની ઓફર આપી દીધી છે, જો આ સોદો થશે તો આ ફિલ્મને ઓનલાઇન રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ સાથે સોનાક્ષી સિંહા, સંજય દત્ત અનેશરદ કેલકર કામ કરી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AwLQCt
via Latest Gujarati News
0 Comments