દેશની કંપનીઓએ તેમના આઈટી પાછળના ખર્ચના બજેટમાં ફેરબદલ કરવો પડશે


મુંબઈ,03 જુન 2020 બુધવાર

કોવિડ-19ને કારણે વર્તમાન વર્ષમાં ભારતીય કંપનીઓ દ્વારા ઈન્ફરમેશન ટેકનોલોજી (આઈટી) પાછળના ખર્ચમાં 8.10 ટકા જેટલો ઘટાડો થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો જોવા મળશે, એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે.

2020માં કંપનીઓ દ્વારા કુલ આઈટી ખર્ચ 83.50 અબજ ડોલર રહેવા ધારણાં છે. વૈશ્વિક મંદીના ભયને કારણે દેશની કંપનીઓના ચીફ ઈન્ફરમેશન ઓફિસરોને આઈટી ખર્ચ પર કાપ મૂકવા ફરજ પાડી રહ્યો છે.ભારતની કંપનીઓ પોતાના આઈટી બજેટને નવેસરથી તૈયાર કરી રહી છે અને કોવિડ-19 પછીની અગ્રતાઓને બદલી રહી છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વેપાર ચાલુ રાખવા પાછળના ખર્ચમાં વધારો કરવાનો રહેશે.સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા સરકારી ધોરણોને કારણે કંપનીઓવર્ક ફ્રોમ હોમ વયવસ્થા ચાલુ રાખવા માગે છે આને કારણે કંપનીઓએ પોતાના કર્મચારીઓની વ્યવસ્થાને અગ્રતા આપવી પડશે. 

વર્ક ફ્રોમ હોમને કારણે કંપનીઓએ જો કે પાયાની આઈટી સેવાઓ પાછળના ખર્ચમાં વધારો કરવો પડશે ખાસ કરીને કર્મચારીઓને લેપટોપ્સ જેવી માળખાકીય સુવિધા ઉપરાંત ડેટા સિક્યુરિટી માટેના સાધનો પાછળનો ખર્ચ વધી જશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

લોકડાઉનને કારણે શિક્ષણ, હેલ્થકેર તથા જાહેર સેવાઓ જેવા ક્ષેત્રોમાં ડિજિટલ ખર્ચ વધી જશે જ્યારે રિટેલ, વીમા તથા બેન્કિંગ સેવાઓ જેઓ અગાઉથી જ એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે તે થોડાક સમય માટે ખર્ચ પર કાબુમાં રાખે તેવી ધારણાં છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BnhbYD
via Latest Gujarati News

Post a Comment

0 Comments