
મોદીને છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને મળવાનો સમય ન મળ્યો
(પીટીઆઇ) મહારાજગંજ(ઉત્તર પ્રદેશ), તા.16 મે, 2019, ગુરૂવાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના ૫૬ ઇંચની છાતીના દાવાની ટીકા કરતા તેમને પ્રશ્ર કર્યો હતો કે તમારું હૃદય ક્યાં છે?
કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ર કર્યો હતો કે તમે તમારી૫૬ ઇંચની છાતીની પ્રશંસા કરો છો પણ તમારું હૃદય છે ક્યાં?
આ રેલીમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ મુદ્દે બોલતા વડાપ્રધાન પાકિસ્તાનની વાત કરે છે. તેમના માટે રાષ્ટ્રવાદ એટલે કે પાકિસ્તાનો સામનો કરવા માટે કરેલા કાર્યો અંગે બોલવું. રોજગારી અને ખેડૂતોના મુદ્દાઓ તેમના માટે રાષ્ટ્રવાદ નથી.
પ્રિયંકા ગાંધીએ મોદીને અહંકારી પણ ગણાવ્યા હતાં. પ્રિયંકાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી વિશ્વના મોટા ભાગના દેશોમાં જઇ આવ્યા પણ તેમની પાસે પોતાના જ દેશના ખેડૂતોને મળવાનો સમય નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JqYWo6
via Latest Gujarati News
0 Comments