લગ્ન પછી દસ વર્ષે માતા બની રહી છે

મુંબઇ તા.17 મે 2019 શુક્રવાર

ટીવી સિરિયલ જમાઇ રાજાથી રાતોરાત ઘરે ઘરે જાણતી થઇ ગયેલી ટીવી સ્ટાર સારા અરફીન લગ્ન કર્યાં બાદ દસ વરસે માતા બનવા જઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

ખુદ સારાએ એક અંગ્રેજી દૈનિકને આપેલી માહિતી મુજબ એને ગાયનેકોલોજિસ્ટે જુલાઇની તારીખ આપી છે. એટલે કે જુલાઇમાં એ પોતાના પ્રથમ સંતાનને જન્મ આપશે. એણે લંડનથી ફોન પર આ માહિતી આપતાં કહ્યું કે પુત્ર આવે યા પુત્રી, અમને ફરક પડતો નથી. અમે આવનાર બાળકને પ્રભુની પ્રસાદી સમજીને સ્વીકારી લઇશું. આ અત્યંત અંગત બાબત છે અને મેં ખૂબ નિકટનાં સ્વજનો તથા દોસ્તો સિવાય કોઇને આ માહિતી આપી નથી.ઔએણે કહ્યુ ં હતું કે પ્રેગનન્ટ થઇ ત્યારે શરૃમાં મને કશું સમજાતું નહોતું. પરંતુ જેમ જેમ સમય થતો ગયો અને ગર્ભમાં બાળક હિલચાલ કરતું થયું ત્યારે મારા આનંદનો પાર ન રહ્યો.

સારાએ ૨૦૦૯માં અરફીન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. જમાઇ રાજા ઉપરાંત એણે સિયા કે રામ, જિંદગી વિન્સ, એજન્ટ રાઘવ, કહી સુની અને લવ કા ઇંતેજાર જેવા ટીવી શો પણ કર્યા હતા.

.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ed3SIS
via Latest Gujarati News

Post a Comment

0 Comments