ગોલ્ડના ઊંચા ભાવને પગલે ફોરેકસ રિઝર્વમાં 5.60 અબજ ડોલરનો વધારો


મુંબઈ, તા. 4 એપ્રિલ 2020, શનિવાર

૨૭ માર્ચના પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ગોલ્ડના ભાવમાં આવેલા ઉછાળાને પગલે દેશના ફોરેકસ રિઝર્વમાં ૫.૬૦ અબજ ડોલરનો વધારો જોવા મળ્યો હતો. ફોરેકસ રિઝર્વ વધીને ૪૭૫.૬૦ અબજ ડોલર રહ્યું હતું.

 ડોલર સામે રૂપિયો નબળો પડકા રિઝર્વ બેન્ક દ્વારા મની માર્કેટમાં દરમિયાનગીરી કરાવા છતાં ફોરેકસ રિઝર્વમાં વધારો જોવા મળ્યો છે. રૂપિયામાં સ્થિરતા જાળવવા આરબીઆઈ ડોલરનું અવારનવાર વેચાણ કરી રહી છે.

રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે, ૨૭ માર્ચના સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટસ ૨.૫૦ અબજ ડોલર વધીને ૪૩૯.૬૦ અબજ ડોલર રહી હતી. ૨૦મી માર્ચના સપ્તાહમાં ફોરેકસ રિઝર્વમાં ૧૨ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જો કે ત્યારબાદના સપ્તાહમાં એટલે કે ૨૭ માર્ચના સપ્તાહમાં દેશના ગોલ્ડ રિઝર્વનો આંક ૩ અબજ ડોલર વધીને ૩૦.૯૦ અબજ ડોલર રહ્યો હતો. દેશના મૂડી બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પોતાના રોકાણો પાછા ખેંચાવાને કારણે પણ ફોરેકસ રિઝર્વ પર દબાણ જોવા મળવાની સંભાવના રહેલી છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UHDCil
via Latest Gujarati News

Post a Comment

0 Comments