
મુંબઈ, તા.૪ એપ્રિલ 2020, શનિવાર
મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે નવી માગના અભાવે વેપારો પાંખા હતા અને ભાવમાં હવામાન સુસ્ત રહ્યું હતું. સિંગતેલ, કપાસિયા તેલ જેવા દેશી ખાદ્યતેલો તથા પામતેલ, સોયાતેલ તથા સનફ્લાવર તેલ જેવા આયાતી ખાદ્યતેલોમાં ભાવ સાધારણ નીચા બોલાઈ રહ્યા હતા. જોકે, દિલ્હીથી મળતા સમાચાર મુજબ કેન્દ્ર સરકારે દેશના આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દરો રૂ.૭૪.૨૫થી વધારી રૂ.૭૬.૩૫ કરતા ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડયૂટી વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વબજારમાં મલેશિયાના પામતેલ બજારો આજે બંધ રહ્યા હતા, જ્યારે અમેરિકામાં ન્યૂયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ટ્રેડમાં ૯૯ પોઈન્ટ ઉછળ્યો હતો. સામે શિકાગો બજારમાં સોયાતેલનો વાયદો ૧૯ પોઈન્ટ વધ્યો હતો. જ્યારે સોયાબીનનો વાયદો ૪૪ પોઈન્ટ તથા સોયાખોળનો વાયદો ૫૯ પોઈન્ટ માઈનસમાં રહ્યો હતો, એવા સમાચાર હતા.
વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ ઉછળતાં વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોમાં નીચા મથાળે લેવાલી વધવાની શક્યતા જાણકારો બતાવતા હતા.મલેશિયાના સમાચાર મુજબ ત્યાં કોરોનાના પગલે વિવિધ પામ પ્લાન્ટેશનોમાં કામગીરી ખોરવાઈ ગઈ હતી અને તેની અસર પામતેલના ઉત્પાદન પર પડવાની શક્યતા વૈશ્વિક તજજ્ઞાો બતાવી રહ્યા હતા. નવી મુંબઈ જેએનપીટી બંદર ખાતે રશિયન સનફ્લાવર તેલના ભાવ રૂ.૮૦૦થી રૂ.૮૦૫, જ્યારે સોયાતેલ ડીગમના ભાવ એપ્રિલ શિપમેન્ટના રૂ.૭૯૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૩૦૦, કોટન વોશ્ડના ભાવ રૂ.૭૭૫, જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૮૨૦થી રૂ.૮૨૫ રહ્યા હતા. મુંદ્રા ખાતે આરબીડીના ભાવ રૂ.૭૩૦, જ્યારે સનફ્લાવર રિફાઈન્ડના ભાવ રૂ.૮૭૦ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yAozP7
via Latest Gujarati News
0 Comments